સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતાં ત્રણ પાકિસ્તાની સૌનિકો ઠાર

પંદરમી ઓગષ્યના સ્વતંત્રતા દિવસે પણ પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવ્યું નથી. પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરમાં ફરી એક વાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ ત્રણ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા.

જમ્મૂ-કાશ્મીરના પૂંચના કેજી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉરી અને રાજોરીમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનો ભંગ કરાયો હતો. પાકિસ્તાન તરફથી ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન અનેક વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરીંગનો ભારતીય સેનાએ જવાબ આપ્યો હતો અને  પાકિસ્તાનના ત્રણ સૈનિકોને ઠાર કર્યા હતા.તાજેતરમાં જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કરવામાં આવતા સેનાને હાઈ એલર્ટ કરવામાં આવી છે.