15મી ઓગષ્ટ: જ્યારે ભારત આઝાદ થયું તો તે દિવસે ક્યાં હતા મહાત્મા ગાંધી? જાણો કેટલીક રોચક વાતો

પંદરમી ઓગષ્ટે આપણા ભારત દેશને આઝાદી મળી અને આજે સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 1947માં દેશને આઝાદી મળી હતી. આઝાદીમાં ગુજરાતના અનમોલ રત્ન અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિકા સૌથી અગ્રીમ હતી. જ્યારે દેશને આઝાદી મળી તો મહાત્મા ગાંધી તેની ઉજવણીમાં સામેલ થઈ શક્યા ન હતા તે દિવસે ગાંધીજી દિલ્હીથ હજારો કિલો મીટર દુર બંગાળના નોઆખલીમાં હતા. નોઆખલીમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા અને ગાંધીજીએ આ કોમી હૂતાશનીને અટકાવવા માટે અનશન કર્યા હતા.

14મી ઓગષ્ટે મધ્યરાત્રીએ જવાહર લાલ નેહરૂએ પોતાનું ઐતિહાસિક ભાષણ ટ્રસ્ટ વિથ ડેસ્ટીની આપ્યું તો આ ભાષણને સમગ્ર દુનિયાએ સાંભળ્યું હતું. પણ મહાત્મા ગાંધી સાંભળી શક્યા નહતા. કારણ કે તે દિવસે ગાંધીજી જલ્દીથી સૂવા માટે ચાલ્યા ગયા હતા.

15મી ઓગષ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડરનું એલાન કરવામાં આવ્યું ન હતું. આ ફેંસલો 17મી ઓગષ્ટે રેડક્લિફ લાઈની જાહેરાત થકી કરવામાં આવ્યો હતો. આ લાઈન ભારત અને પાકિસ્તાનની બોર્ડરને નિર્ધારિત કરતી હતી.

પંદરમી ઓગષ્ટે ભારત આઝાદ થયો પણ તે સમયે રાષ્ટ્રગીત કોઈ ન હતું. રવિન્દ્રનાથ ટેગોરે 1911માં જન ગણ મન લખ્યું હતું પણ રાષ્ટ્રગીત 1950માં બન્યું.

મહત્વની વાત એ છે કે પંદરમી ઓગષ્ટે એક રૂપિયો એક ડોલરની બરાબર હતું અને સોનાનો ભાવ 88 રૂપિયા 62 પૈસે પ્રતિ 10 ગ્રામ હતું.