નર્મદા ડેમના ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં આવેલા ઈન્દીરા સાગર ડેમ ઓવર ફ્લો થવાની અણીએ છે, જ્યારે ઓમકારેશ્વર ડેમમાં પાણીનો જબરદસ્ત ઈનફ્લો છે.
બંગાળની ખાડી અને ઓડીશામાં સર્જાયેલા લો-પ્રેશરના કારમે મધ્યપ્રદેશને વરસાદે ફરી એક વાર જળબંબાકાર કરી નાંખ્યું છે. ભોપાલમાં ગઈ રાત્રીથી કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આના કારણે ભોપાલનો બડા તાલાબ ફૂલ ટેન્ક લેવલ એટલે કે 1666.80 ફૂટ ભરાયા બાદ ઓવરફ્લો થઈ ગયો છે. નરસિંહ પુરમા ઉમર નદી તોફાની સ્વરૂપમાં જોવા મળી રહી છે.
ભોપાલ ઉપરાંત સાગર, દમોહ, ટીકમગઢ, પન્ના,છતપપુર, રીવા, સતના, સિંગરોલી, દતિયા, ગુના, અશોક નગર, શ્યોપુરકલાં, જબલપુર, કટની, મંડલા. બાલાઘાટ, મુરૈના, ઉમરીયા, ડિંડોરી, ખંડવા, હરદા, હોશંગાબાદ, દેવાસ, સિહોર, વિદિશા અને રાયસેન જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. જબલપુરના બરગી ડેમ, ગુનામા ગોપાલ કૃષ્ણ અને રાજગઢના કુંડલીયા ડેમના ગેટ પણ ખોલી દેવામાં આવ્યા છે. આ પાણીની આવક સીધી રીતે નર્મદા નદીમાં થઈ રહી છે. ઈન્દીરા સાગર ડેમની ફૂલ લેવલ કેપેસિટી 262,13 ફૂટ છે અને હાલ ડેમ 260.10 ફૂટે પહોંચી ગયો છે.
જબલપુર પાસે આવલો બરગી ડેમ
નર્મદા નદીના ઉપરવાસમાં આવતા જબલપુરમાં નરસિંહ પુર સ્ટેટ હાઈવેના કમતી ગામમાં ઉમર નદી પર બનાવેલું પુલ પાણીમાં ગરક થઈ ગયો છે અને આના કારણે ટ્રાફીકને પ્રતિકૂળ અસર પહોંચી છે. નર્મદા નદી પર જબલપુર નજીક આવલો બરગી ડેમમાં પાણની આવક સારી એવી થઈ રહી છે. જેટલો ઈનફ્લો છે તેટલો છોડવામાં આવી રહ્યો છે. ડેમમાં પાણના લેવલને નિયંત્રિત કરવા માટે ડેમ ઓથોરિટી દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.