રે શ્રદ્વા, આસ્થાનું વિસર્જન? દશામાની મૂર્તિઓનો નર્મદા કિનારે ઢગલો થઈ ગયો

ઝઘડિયા નર્મદા મઢી ઓવારા પર દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરાયા બાદ હાલમાં પૂર્ણ પાણી ઓઉતાર્યા બાદ પવિસર્જન કરાયેલ પ્રતિમાની માઠી દશા જોવામળી છે, પ્રતિમા વિસર્જનના દિવસે માધો ઓવારો પૂર્ણ પાણીમાં ગરકાવ હોઈ આજે પાણી ઉતાર્યા બાદ આજે પ્રતિમાઓના ઢગલા નજરે પડ્યા છે, પ્લાસ્ટિકનો કચરો પણ મોટા પ્રમાણમાં ગમેત્યાં ફેંકવાંમાં આવ્યો છે,

ઝઘડિયા મઢી આશ્રમના નર્મદા કિનારા પર આવેલ રામઘાટ ઓવારા પર છેલ્લા કેટલા વર્ષોથી દશામાંની મૂર્તિઓ અને ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે, પીઓપીની બનેલી મૂર્તિઓ નર્મદાના પાણીને પ્રદુષિત કરે છે.

આ ઉપરાંત નદીમાંના જળચર જીવોને પણ જોખમ ઉભું કરે છે. હાલમાં દશામાંની પ્રતિમા વિસર્જનના દિવસે નર્મદામાં પૂરની સ્થિતિ હતી. મઢીના રામઘાટ ઓવારાના તમામ 32 પગથિયાં પાણીમાં ગરકાવ થયા હતા જેથી દશામાંની મૂર્તિઓનું ઓવારા ઉપરથીજ વિસર્જન કરવામાં આવ્યું હતું, આજ રોજ નર્મદામાં પૂરના પાણી ઉતાર્યા હતા ત્યારે ઓવારા પર એટલી હદે દશામાંની વિસર્જિત કરાયેલી પ્રતિમાઓ કાદવ કિચડમાં પડી હતીકે કોઈને પણ જોયા બાદ લાગણી દુભાઈ એમ હતું.

સેંકડોની સંખ્યામાં મૂર્તિઓ તૂટેલી ફૂટેલી હાલતમાં પડી હતી અને વિસર્જન સમયે પૂજા પાઠનાઅંતે લાવેલી સામગ્રી અને પ્લાકસ્ટીક પણ એટલી હદે આડેધડ ફેંકવામાં આવ્યું હતું તેના પણ ઢગલા નજરે પડતા હતા, દશ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ અગિયારમા દિવસે વિસર્જન બાદ ભક્તો પણ ભાવ વિસર્જન થઇ જતો હોઈ એમ લાગી રહ્યું છે.