સિક્કીમમાં ભારે ઉથલપાથલ, સત્તાધારી SDFના 10 ધારાસભ્યો જોડાયા ભાજપમાં, તમાંગ માટે મુશ્કેલી

સિક્કીમમાં ભાજપને મોટી સફળતા મળી છે. અહીંયા સિક્કીમ ડેમોક્રેટીક ફ્રન્ટ(SDF)ના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલીંગ સહિત પાંચ ધારાસભ્યો સિવાય તમામે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે.

SDFના 10 ધારાસભ્યોએ ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના મહાસચિવ રામ માધવની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી વિધાન,ભાની 32 બેઠકની ચૂંટણીમાં SDFના 15 ધારાસભ્યો જીત્યા હતા. જ્યારે સિક્કીમ ક્રાંતિકારી મોરચાએ 15 સીટ કબ્જો કરી હતી. ચૂંટણી બાદ પ્રેમ તમાંગે મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો.

પાછલા 25 વર્ષથી સિક્કીમમાં SDFની સત્તા હતી પણ આ વખતની ચૂંટણીમાં પવન ચામલીંગની સરકારને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રેમ તમાંગે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે તેમને ચૂંટણી લડવા દેવામાં આવે. તમાંગને કોર્ટે ભ્રષ્ટાચારના મામલે દોષિત ઠેરવ્યા છે. તમાંગે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માટે 6 મહિનાની અંદર વિધાનસભામાં ચૂંટાવવું ફરજિયાત છે.

તમાંગે ચૂંટણી નહીં લડવાના અંગે કહ્યું કે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણી લ઼ડવા માટેની અયોગ્યતા દુર કરવામાં આવે.