ટીવીના પ્રખ્યાત અને સક્સેસફૂલ કોમેડી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાના-મોટા એમ બધાને પસંદ પડે છે. સિરીયલનાં અનેક પાત્રો લોકોના મુખે ચઢી ગયા છે. આ સરિયલમાં જોવા મળતી કોલોનીની મહિલાઓ ધરે-ધર લોકપ્રિય છે.
દયા ભાભીથી લઈને બબીતા એમ બધા જ મહિલા પાત્રો લોકમુખે ચર્ચાતા રહે છે. સિરિયલમાં માધવી ભાભીની ભૂમિકા કરી રહેલી અભનેત્રી સોનાલિકા જોશીનો એક અલગ લૂક જોવા મળી રહ્યો છે. માધવી ભાભી નવા લૂકમાં ખલનાયિકા તરીકે દેખાય છે. સોનાલિકાએ ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં માધવી ભાભી ખતરનાક વિલન રૂપે દેખાઈ રહી છે. સોનાલિકાએ શેર કરેલા ફોટોને લોકો દ્વારા સારો રિસપોન્સ આપવામાં આવી રહ્યો છે.
સોનાલિકા બ્લેક કલરના આઉટફીટમાં માથે લાલ ચાંલ્લા, રેડ બોલ્ડ લિપ્સ અને હેવી સિલ્વર જ્વેલરી સાથે બોલ્ડ લાગી રહી છે.
સિમ્પલ એટલે કે તારક મહેતામાં માધવી ભાભીનો આ લૂક જોઈ લોકો ચોંકી ગયા છ. જોકે, ફેન્સ આ લૂકને વધાવી રહ્યા છે. તારક મહેતા સિરિયલ સાથે સોનાલિકા પાછલા 11 વર્ષથી જોડાયેલી છે.
સોનાલિકાનો અંદાજ જોઈને એવું લાગે છે કે તે સિરિયલ છોડી રહી છે. પણ સોનાલિકાએ આનો પણ જવાબ આપ્યો છે કે ફોટોને લાઈક કરનારા ફેન્સનો આભાર. અલગ પાત્રમાં જોવા એક્સાઈટેડ છો પણ આ બધું તારક મહેતા સિરિયલ બાદ જ થશે.