દરીયાની વચ્ચોવચ્ચ ગેંગરેપ: ક્રુઝ પર દારુ પીવડાવી 12 લોકોએ સ્કૂલ ગર્લ સાથે કર્યું નરાધમ કૃત્ય

પંદર વર્ષની સ્કૂલ ગર્લ સાથે ક્રુઝ શીપમાં ગેંગ રેપની ઘટના સામે આવી છે. 12 લોકોના ગ્રુપે યુવતીને દારુ પીવડાવી  અને ત્યાર બાદ તેની સાથે દુષ્કૃત્ય આચર્યું હતું. યુવતી પરિવાર સાથે રજા માણવા ક્રુઝની મુસાફરી કરી રહી હતી. યુવતીનું કહેવું છે કે બળત્કારીઓએ પરિવારથી તેને અલગ કરી રેપ કર્યું હતું.

ભોગ બનેલી પીડિતાએ રોયલ કેરેબિયન કંપનીના ઓસીસ ઓફ સી નામના શીપમાં રેપ થયું હોવાની ફરીયાદ આપી છે. પીડિતા અમેરિકાની ફ્લોરીડાની રહીશ છે અને તેણે કોર્ટમાં અરજી કરી ક્રુઝ શીપ કંપની વિરુદ્વ ફરીયાદ આપી છે. આ પહેલાં 2016માં યુવતીની અરજીને ફગાવી દેવામાં આવી હતી. જ્યારે મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે આ ઘટના ક્રુઝ ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો આપનાર બની શકે છે.

પાછલા કેટલાક સમયથી ક્રુઝ પર સેક્સ અટેક અને સેક્સ રેકેટના અનેક પ્રકરણો બહાર આવ્યા છે. યુવતીનું કહેવું છે કે 2015માં ટ્રીપ દરમિયાન જ્યારે ઘટના બની ત્યારે ક્રુઝ સ્ટાફને તે જાણતી હતી અને સ્ટાફે યુવતીને બચાવવાની કોશીશ કર ન હતી.

ક્રુઝના કાયદાના જાણકાર જીમ વોકરનું કહેવું છે કે ક્રુઝ શીપ દરીયામાં હરતું ફરતું સિટી જેવું હોય છે, અને તેમાં અંદાજે 10 હજાર લોકો મુસાફરી કરતા હોય છે. પણ શીપમાં કોઈ પોલીસ હોતી નથી. અનેક વખત ઈન્ટરનેશલ જળ વિસ્તારોમાં ક્રુઝ હોવાના કારણે આરોપીઓને સજા કરવામાં મુશ્કેલી સર્જાય છે.

યુવતીએ ફ્લોરીડાની કોર્ટમાં અપીલ દાખલ કરી ક્રુઝ શીપમાં સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેલી કંપની સામે પણ ફરીયાદ કરી છે. રોયલ કેરેબિયન કંપનીનું કહેવું છે આ મામલાને કંપની ગંભીરતાથી લઈ રહી છે.