જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા નાપાક હરકતનો દોર જારી રહ્યો છે. સરહદ પર વધતી જતી તંગદીલી વચ્ચે બંને દેશો સામ સામે આવી રહ્યા છે. પાકિસ્તાને હવે લદ્દાખ બોર્ડર નજીક યુદ્ધવિમાનો તૈનાત કરી દીધા છે.
આ પાકિસ્તાની યુદ્ધ વિમાનો ભારતના કેન્દ્રશાષિત પ્રદેશ લડાખની સરહદ પાસે પાકિસ્તાની સ્કાર્દુ વિમાનીમથક ખાતે ગોઠવી દેવામા આવ્યા છે. આ તમામ પાકિસ્તાની ગતિવિધી પર ભારતની ચાંપતી નજર રહેલી છે.
સરકારી સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાની હવાઇ દળના ત્રણ સી-130 પરિવહન વિમાન પણ લડાખ સરહદ નજીક તૈનાત કરવામાં આવ્યા છે. આ હેવાલ આવ્યા બાદ સંબંધિત ભારતીય તપાસ સંસ્થાઓ સ્થિતી પર બાજ નજર રાખી રહી છે. પાકિસ્તાની બેઝ ખાતે પહોંચાડી દેવામાં આવી રહેલા સાધનોમાં યુદ્ધવિમાનોની સાથે અન્ય હથિયારો પણ છે. આ સાધનમાં યુદ્ધ વિમાનોની મદદ માટે સહાયક સાધન પણ હોઇ શકે છે. પાકિસ્તાન લડાખ સરહદ પાસે પોતાના જેએએફ-૧૭ વિમાન પણ તૈનાત કરી શકે છે.
ભારતીય હવાઇ દળ અને ભૂમિ સેનાની સાથે ભારતીય ગુપ્તચર સંસ્થાઓની પણ પાકિસ્તાનની હરકત પર ચાંપતી નજર છે. કારણ કે પાકિસ્તાની સરહદ પર ભારતની ચાંપતી નજર છે. પાકિસ્તાની ગતિવિધી પર હાલની નજર રાખવા પાછળનો હેતુ એ છે કે ભારતમાં હવે સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે.
ભારતીય હવાઈ દળ અને અન્ય ગુપ્તચર સંસ્થાઓ દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સ્કાર્દૂ પાકિસ્તાન હવાઈ દળના એક ફોરવર્ડ બેઝ તરીકે છે. તેનો ઉપયોગ તે ભારત સાથેની સરહદ ઉપર પોતાની સેનાના અભિયાનના સમર્થન માટે કરે છે. હકીકતમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ પાકિસ્તાન ખુબ લાલઘૂમ છે અને ભારતના ઉશ્કેરણીજનક કૃત્યો કરવા માટે ઇચ્છુક છે.