સૌરાષ્ટ્ર વિસ્તારમાં પોરબંદર દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ત્રણ બોટ લપેટાઇ ગઇ હતી. આ ઘટનામાં 6 માછીમારોના મોત નીપજ્યાં હોવાનું પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય કોસ્ટગાર્ડ (આઈસીજી) ના જહાજે બીજી બોટને બચાવી લીધી છે. જ્યારે નવ માછીમારોવાળી બે બોટો પણ દરિયામાં લાપતા થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, ગૂમ થયેલી નૌકાઓના નવ ક્રૂ સભ્યો અને ગૂમ થયેલા માછીમારોને બચાવવા માટેના પ્રયાસો ચાલુ છે. કુલ 14 ફીશીંગ બોટમાં સવારમાં 79 ક્રૂ મેમ્બર સહિતની બોટને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ભારે વરસાદ વરસાવવાનું ચાલુ રાખ્યું હતું, વરસાદ સંબંધિત બનાવોની કુલ સંખ્યા વધીને 31 થઈ ગઈ છે. રવિવારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ 12 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 10 માછીમારો સહિત 11 લોકો ગૂમ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોના એકાંત સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવાર અને શનિવારે, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડતાં વરસાદ સાથે સંકળાયેલા 19 અકસ્માતમાં 19 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં દિવાલ-મકાન ધરાશાયી થવાની 16 ઘટનાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રદેશના સુરેન્દ્રનગર જિલ્લામાં ફાલ્કુ નદીના પાણીના પ્રવાહમાં 6 લોકો વહી ગયા હોવાનું અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોરબંદરના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘ગીર સોમનાથ જિલ્લાના પડોશી પોરબંદર જિલ્લા અને વેરાવળના કેટલાંક માછીમારો શુક્રવારે સવારે નાની ફિશિંગ બોટ પર સવાર થઈને દરિયામાં ગયા હતા અને શુક્રવારે સાંજે તેઓ પાછા ફરતા પહેલા તોફાની પવોની ઝપટમાં આવી ગયા હતા.
“ખરાબ હવામાનને કારણે રાજ્યના દરિયાકાંઠે ત્રણ બોટને શોધી કાઢી હતી અને પાંચ માછીમારો ડૂબી ગયા હતા. તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ બોટ પરના અન્ય માછીમારોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે ચોમાસાની સક્રીય સ્થિતિને કારણે ગુજરાતના દરિયાકાંઠે અને આજુબાજુ વરસાદી અને તોફાની હવામાન રહેવાની સંભાવના છે