મોરબીના જાડેજા બાપુની જાંબાઝીને પૂર્વ ક્રિકેટર લક્ષ્મણે કર્યા સલામ, જૂઓ વીડિયો

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબીના પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાનો બે બાળકોના જાન બચાવતા વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ નેશનલી ન્યૂઝમાં સ્થાન મેળવ્યું અને હવે ટીમ ઈન્ડીયાના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પણ કોન્સ્ટેબલની ફરજપરસ્તી અને જવાંમર્દીને સલામ કર્યા છે.

વીવીએસ લક્ષ્મણનું ટવિટ…

મોરબીના કલ્યાણપુર ગામમાં ધસમસતા પાણી વચ્ચે પૃથ્વીસિંહ જાડેજાએ બે બાળકોને જાનનાં જોખમે બચાવ્યા હતા. પૂર્વ ક્રિકેટર અને કલાત્મક બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે ટવિટ કરી જાડેજા બાપુની પ્રશંસા કરી છે. પૃથ્વીસિંહ પોતાના ખભે બેસાડી બે બાળકોને પાણીમાંથી બહાર કાઢયા હતા.

પુરના પાણીમાંથી અંદાજે દોઢ કિમી સુધી બાળકોને પોતાના ખભા પર લઈને પૃથ્વીસિંહ પાણીના ધસમસતા અને પ્રચંડ મોજાનો સામનો કરીને હેમખેમ બહાર નીકળ્યા હતા. આ વીડિયો જબરદસ્ત વાયરલ થયો હતો. જાડેજા બાપુએ ગુજરાત પોલીસની છબિને ઉજળી કરવાનું કાર્ય કર્યું છે. સોશિયલ મીડિયામાં આ કાર્યની ભારે સરાહના કરવામાં આવી રહી છે.