સુરત: ભાગળ ખાતે આવેલી ત્રણ માળની બિલ્ડીંગ એક તરફ ઢળી ગઈ, રસ્તો બંધ કરાયો

સુરતના ભાગળ રાજમાર્ગ ખાતે આવેલી ત્રણ માળની બિલ્ડીંગ બાજુની બિલ્ડીંગ વચ્ચે તિરાડ પડતા અલગ થઈ છે. રાજમાર્ગનો અડધો ભાગ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ સ્થળે પહોંચ્યા છે અને બિલ્ડીંગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જાણવા મળી રહેલી વિગતો મુજબ બિલ્ડીંગના બે માળ જોખમી રીતે છૂટા પડી ગયા છે. ફાયર અને પોલીસે વિભાગે સલામતીના કારણોસર રસ્તો બંધ કર્યો છે. બિલ્ડીંગ ક્યા કારણોસર છૂટી થઈને એક તરફ નમી ગયું છે તે હાલ જાણી શકાયું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ મજલી બિલ્ડીંગના બે માળ સંપૂર્ણપણે જોખમી બની ગયા છે અને તેને ધરાશયી કરવામાં આવે તેવી શક્યતા છે. ગ્રાઉન્ડ ફ્લોર વત્તા ત્રણ માળ ધરાવતી આ બિલ્ડીંગના બે માળને તોડી પાડવા માટે તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.