સુરતનાં ભાગળ વિસ્તારમાં ટાવર પાસે આવેલી ત્રણ મજલી ઈમારત અન્ય બિલ્ડીંગથી છૂટી પડી જતાં સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ બિલ્ડીંગને તોડી પાડી હતી. પત્તાના મહેલની જેમ બિલ્ડીંગ કડડભૂસ થઈને પડી ગઈ હતી.
જૂઓ વીડિયો…
ફાયર ઓફીસર રાજપુતે આ અંગે જણાવ્યું કે પોક લેન્ડ મશીનથી બિલ્ડીંગને તોડી પાડવામાં આવી હતી. શરૂઆતમાં એવું લાગતું હતું કે બિલ્ડીંગના એક કે બે માળને ઉતારી પાડવામાં આવે પણ ફાયર અધિકારીઓએ તપાસ કરતા સમગ્ર બ્લિડીંગ જ જોખમી થઈ ગઈ હતી. બપોરથી ચાલી રહેલી કાર્યવાહીમાં ભાગળનો રસ્તો અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, છતાં મોટી સંખ્યામાં લોકો બિલ્ડીંગને તૂટતી જોવા માટે ઉમટી પડ્યા હતા. બિલ્ડીંગના ત્રણેય માળ ધરાશયી કરવામાં આવ્યા હતા.