આવું પણ બને છે: પત્નીએ ભાજપની મેમ્બરશીપ ધારણ કરી તો પતિને માર મરાયો

હાલમાં ભાજપ દ્વારા સભ્ય નોંધણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન 20 ઓગષ્ટ સુધી ચાલશે ત્યારે ભાજપની મેમ્બરશીપ ધારણ કરવાના મામલે પતિ કેટલાક લોકોએ પતિને હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

યુપીના અલીગઢમાં ભાજપની મેમ્બરશીપ ધારણ કરવાના મામલે કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ફરહીન મોહસીન નામની મહિલાએ ભાજપની મેમ્બરશીપ ધારણ કરવા માટે ફોર્મ ભર્યું હતું. આ અંગેની જાણ પતિ મોહમ્મદ મોહસીનને થઈ હતી.  મોહસીન અલીગઢમાં ભાજપ લઘુમતિ મોરચા સાથે સંકળાયેલો છે. ત્રિપલ તલાક બીલને લઈ પીએમ મોદીને સમર્થન આપવામાં આવે છે. કેટલાક લોકો દ્વારા પજવણી શરૂ કરવામાં આવી છે.

મોહસીનના જણાવ્યા મુજબ સાતથી આઠ લોકો મારા ઘરે હુમલો કરવા આવ્યા હતા અને ત્રિપલ તલાક બીલ અંગે કશું પણ બોલવાની ના પાડી ગયા હતા અને પત્નીને ભાજપમાં કરવા દેવામાં ન આવે તેવું જણાવીને ગયા હતા. ફરહીને અજાણ્યા લોકો વિરુદ્વ પોલીસમાં ફરીયાદ આપી છે. મોહસીનને ખાસ્સો એવો માર મારવામાં આવ્યો હતો.

બીજી તરફ ત્રિપલ તલાક બીલ પાસ કરવામાં આવ્યા બાદ મુસ્લિમ મહિલાઓ દ્વારા રક્ષાબંધનના પર્વે પીએમ મોદીને રાખડીઓ મોકલવામાં આવનાર છે. રામપુરાનામાં રહેતી હુમા બાનોના જણાવ્ય મુજબ નરેન્દ્ર મોદીએ ત્રિપલ તલાકને ફોજદારી ગુનો બનાવી મોટા ભાઈ સમું કાર્ય કર્યું છે. તેઓ અમારા મોટાભાઈ છે અને રક્ષાબંધનના પર્વે તેમને રાખીઓ મોકલવામાં આવશે અને તેમના પગલા માટે અભિનંદન આપવામાં આવશે.