નાપાક હરકત: પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ

પાકિસ્તાનમાં લાહોર સ્થિત મહારાજા રણજીતસિંહની પ્રતિમાને બે લોકોએ ક્ષતિગ્રસ્ત કરી દીધી છે. બન્નેની ધરપકડ કરી લેવામાં આવી છે. 19મી સદીના પ્રારંભમાં ઉત્તર-પશ્ચિમી ભારતીય ઉપમહાદ્વિર પર શાસન કરનારા મરાહારાજ રણજીતસિંહની નવ ફૂટ ઉંચી પ્રતિમાનું લાહોરના કિલ્લામાં તેમની 180મી પૂણ્યતિથિએ અનાવરણ કરવામાં આવ્યું હતું. મહારાજા રણજીતસિંહનું 1839 નિધન થયું હતું.

કાંસ્યની પ્રતિમામાં મહારાજા શીખ લિબાસમાં, હાથમાં તલવાર લઈને ઘોડા પર સવાર થયેલા જણાય છે. પોલીસે આ મામલે બે લોકો વિરુદ્વ ગુનો નોંધ્યો છે અને પાકિસ્તાનના ઈશ નિંદાના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. જમ્મૂ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પછો લેવાના વિરોધમાં બાદ બન્ને તોફાની તત્વોએ પ્રતિમાને નુકશાન પહોંચાડ્યું હતું. એવું મનાય છે કે બન્ને યુવાનો કટ્ટરપંથી મૌલવી મૌલાના ખાદીમ રીઝવીના સંગઠન તેહરીકે લબ્બેક પાકિસ્તાન સાથે સંકળાયેલા છે.

લાહોર કિલ્લાનાં સંરક્ષણની જવાબદારી સંભાળતા ધ વોલ્ડ સિટી ઓફ લાહોર ઓથોરિટીએ આ ઘટના અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને પ્રતિમાનું ઈદ બાદ તરત જ સમારકામ કરવાની જાહેરાત કરી છે. પ્રવક્ત તાનિયી કુરૈશીએ કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. લાહોર કિલ્લાની સુરક્ષા વધારવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં. પ્રતિમાના સમારકામની કામગીરી આગલા સપ્તાહે શુરુ કરી દેવામાં આવશે. સમારકામ થયા બાદ જાહેર જનતા માટે ફરી ખુલ્લી મૂકવામાં આવશે.