નર્મદા નદીના ઉપરવાસમાં વરસાદનું જોર ઓછું થતાં નર્મદા ડેમની સપાટી સ્થિર થઈ છે. હાલ ડેમનું લેવલ 131 મીટર પર સ્થિર છે અને આના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદીની સપાટી 28 ફૂટ પર સ્થિર જોવા મળી રહી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 65 હજાર ક્યુસેક્સની નોંધાઈ છે.
અંકલેશ્વરમાં નર્મદા નદી સર્જાયેલી પૂર થી સ્થિતિને લઈ નર્મદા કાંઠે વસેલા 13 ગામો 777થી વધુનું લોકોનું સ્થળાંતર કરવામાં અત્યાર સુધી આવ્યો છે જે આંકડો સાંજ સુધીમાં વધવાની શક્યતા છે. ગોલ્ડન બ્રિજ ખાતે 28 ફૂટમી સપાટી નોંધાઈ હતી. નર્મદા નદીમાં પાણી જોવા બોરભાઠા ગામ ખાતે લોકો ધસારો જોવા મળ્યો હતો. આમલાખાડીની પાણી અવરોધાતા અંકલેશ્વરમાં વરસાદી પાણીનો નિકાલ અટક્યો હતો જેને લઇ અંકલેશ્વરની સ્થિતિ વિકટ બનવા એંધાણ ઉભા થયા છે.
ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને લઇ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમ નિગમ દ્વારા ડેમમાં 25 દરવાજા ખોલી પાણી છોડવા આવી રહ્યું છે. જેને પગલે અંકલેશ્વર નજીક નર્મદા નદી બે કાંઠે જોવા મળી હતી. ગોલ્ડન બ્રિજ ખાતે આજે 28 ફૂટ પહોંચી હતી. દરિયાની ભરતીને લઇ પૂરનું પાણી અવરોધતા સપાટી ઝડપભેર વધી હતી.
અંકલેશ્વરના 13 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર એસ.ડી.એમ રમેશ ભગોરા, તાલુકા વિકાસ અધિકારી જયેન્દ્રસિહ અટોદરીયા, તેમજ પોલીસ વિભાગ અને અન્ય અધિકારીઓ પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં સરફુદ્દીન ગામ ખાતે એલ.એન.ટી કંપની 150 જેટલા કામદારો ઉપરાંત વિવિધ ગામોમાંથી તકેદારી રૂપે સ્થળાંતર કર્યું હતું.
નિકોરા બેટ તથા કબીરવડ તથા કડોદ બેટના લોકોનું નબીપુર પોલીસ સ્ટાફ ના માણસોની મદદથી બોટ મારફતે સુરક્ષિત સ્થાનાંતર કરાવી સુરક્ષિત જગ્યા એ સ્થાનાંતર કરાવવામાં આવેલું છે અને તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અંકલેશ્વરમાં નર્મદા કાંઠે વસેલા 13 ગામો 777 થી વધુનું લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણી જોવા બોરભાઠા ગામ ખાતે લોકો ધસારો જોવા મળ્યો હતો. જ્યારે આમલાખાડીની પાણી અવરોધાતા અંકલેશ્વરમાં વરસાદી પાણીનો નિકાલ અટક્યો
ક્યા-ક્યાં ગામોને એલર્ટ કરાયા
અંકલેશ્વર તાલુકાના કાસીયા, છાપરા, જુના બોરભાઠા, જુના બોરભાઠા બેટ, સરફુદ્દીન, ખાલપીયા,સક્કરપોર, જુના હરિપુરા, જુના પુનગામ, સજોદ, તરીયા, ધંતુરીયા, માટીએડ, કોયલી સહીત 13 ગામો એલર્ટ કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા કરવામાં આવેલું સ્થળાંતર
- સરફુદ્દીન ખાતે એલ.એન.ટી. ના 150 કામદારો તમેજ 100 થી વધુ ગ્રામજનો
- જુના સક્કરપોર ભાઠા અને ખાલપીયા ગામ માંથી 100 થી વધુનું સ્થળાંતર
- જુના કાંસીયા ગામ ખાતે 147 લોકોનું સ્થળાંતર
- જુના ધંતુરીયા અને કોયલી ખાતે 80 લોકોનું સ્થળાંતર
- જણા બોરભાઠા બેટ ખાતે 200 લોકોનું સ્થળાંતર
- આમલાખાડીનું પાણી અટકતા અંકલેશ્વર શહેરનું પાણી અટક્યું
અંકલેશ્વરમાં પડેલા વરસાદને લઇ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફળી વળ્યાં છે. શહેરની મુખ્ય કાસ એમ.એસ.29 સહીત નાની મોટી કાંસો આમાલા ખાડીમાં વિલીન થયા છે. એકતરફ દરિયાની ભરતી અને બીજી તરફ નર્મદાની સાંજ સુધી 29 ફૂટ ની સપાટી વચ્ચે આમલાખાડી પાણી નદી આવરોધતા શહેરના વરસાદી પાણીનો નિકાલ અટકી જતા લોકો ફરી પૂરની દહેશત જોવા મળી હતી.
નર્મદા નદીમાં વધેલી જળસપાટીને લઇ શહેર પોલીસ દ્વારા નર્મદા કાંઠાના જુના બોરભાઠા બેટ ખાતે તેથી એસ.ડી.આર.એફ ટીમ સાથે રહી 200 થી વધુ લોકો ધરવકારી સાથે સ્થળાંતર ખડેપગે રહી લોકોની મદદ કરી કરાવ્યું હતું.
અંકલેશ્વર નવા બોરભાઠા બેટ પિક્નીક પોઇન્ટ બન્યું
સરદાર સરોવરના ઇતિહાસમાં પ્રથમ વખત દરવાજા લાગ્યા બાદ 25 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે. તો 2015 બાદ નર્મદા નદીને બે કાંઠે જોવા લોકોની નજર તરસી હતી. તે વચ્ચે આજરોજ નર્મદા નદીમાં 28 ફૂટ પાણી જોવા માટે દીવારોડ પર વાહનો કતાર લાગી હતી જે નવા બોરભાઠા બેટ ખાતે પાણી જોવા લોક હુજૂમ ઉમટ્યું હતું અને લોકો માટે જણાએ પિકનીક પોઇન્ટ બન્યું હતું.