વીડિયો: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદી બે કાંઠે

ઉકાઈ ડેમના ઉપરવાસમાં થઈ રહેલા જોરદાર વરસાદના કારણે ડેમમાં પાણીનો ઈનફ્લો વધતાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ભૂસાવલ ખાતે તાપી નદી પર આવલો હથનુર ડેમ છલકાયો છે અને ઉકાઈમાં 5.33 લાખ ક્યુસેક્સ જેટલી પાણીની આવક છે.

તાપી નદીમાં 1.87 લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે સુરત ખાતે તાપી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. તાપી નદીમાં પાણી છોડાતા જળકૂંભી સહિતની પાણીજન્ય વનસ્પતિ પણ પાણીમાં ખેંચાઈ જઈ રહી છે અને તેના કારણે નદી સાફ થઈ રહી છે. મોટા પ્રમાણમાં નદીમાં શિલટીંગ થઈ રહ્યું છે.

જુઓ વીડિયો, બે કાંઠે વહેતી તાપી નદીનો…