100 ગાયોના મોતથી સનસનાટી, શું ઝેર આપવામાં આવ્યું હતું? જાણો આખો મામલો

ગૌશાળામાં 100 જેટલી ગાયોના મોતથી સનસનાટી મચી જવા પામી છે. આશંકા સેવવામાં આવી રહી છે કે ગાયોને ઝેર આપીને મારી નાંખવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાના તીવ્ર પડઘા પડ્યા છે.

આંધ્રપ્રદેશના તાડેપલ્લીના કોઠુર ખાતે આવેલી ગૌશાળામાં અંદાજે 100 જેટલી ગાયો ટપોટપ મરણને શરણ થઈ ગઈ છે. આક્ષેપ છે કે ગાયોને રાતના સમયે ખાવામાં ઝેર આપવામાં આવ્યું હતું, જેના કારણે તેમનું મોત નિપજ્યું છે.

ઘટનાની જાણકારી મળતા  પશુ ચિકિત્સકો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગાયોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ મોતનું ખરું કારણ જાણી શકાશે. ગાયોનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.