ઉકાઈ ડેમની સપાટીમાં સડસડાટ વધારો થઈ રહ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલે પહોંચી ગઈ છે. ડેમમાં પાણીનું લેવલ 335 ફૂટ પર પહોંચી જતાં તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાના કારણે સુરતના નિચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનો ઉભરાઈ જવા પામી છે. નદીમાં જોડાયેલા આઉટલેટ બંધ કરવામાં આવ્યા હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.
તાપી નદીનું જળસ્તર વધતાં ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે, જેના પરિણામે સુરતમાં નીચાણવાળા વિસ્તારો કાદરશાની નાળ – વેડરોડમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા હોવાથી પાણી ભરાયા હોવાની રિપોર્ટ મળી રહ્યા છે.
ઉકાઈ ડેમની સ્થિતિ, SMCની વેબસાઈટ મુજબ
કલેક્ટર ધવલ પટેલ અને મ્યુનિસિપલ કમિશન એમ.થેન્નારાસને લોકોને ગભરાઈ ન જવા અને અફવાથી દુર રહેવાની અપીલ કરી છે. સુરતમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
ઉકાઈ ડેમમાં હાલ 5.33 લાખ ક્યુસેક્સ પાણીની આવક છે જેની સામે 1.87 લાખ ક્યૂસેક્સ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.