ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, લેવલ પહોંચ્યું 24 ફૂટે : નર્મદાના 27 ગામને અસર, 50 ગામ એલર્ટ

મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવરનર્મદા  ડેમની જળસપાટીમાં સતત ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી 130.10 સુધી પહોંચી છે, પરંતુ 131 મીટરે પાણીની સપાટી પહોચતા બે વર્ષ પછી પહેલી વાર ડેમના દરવાજા  તબક્કાવાર ખોલવાની તંત્રને ફરજ પડી હતી. ડેમમાંથી 180788 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા નર્મદા પાણીની ભારે આવક થઇ હતી. બ્રિજ બંધ કરી વડોદરા ભરૂચ અને નર્મદાના ત્રણ જિલ્લાના કાંઠા વિસ્તારના લોકો અને એલર્ટ કરયા હતા.

આગલા દિવસે નર્મદા યોજના આલેખન (ડેમ અને પાવરહાઉસ )વર્તુળ વડોદરાના અધિક્ષક ઇજનેર દ્વારા બહાર પાડેલી યાદીમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા બંધ માં જળાશય પ્રથમ વખત ભરાવવાનું હોવાથી નીકળી સપાટી 131 મીટર થવાથી મર્યાદિત જ હોવાથી નર્મદા ડેમના દરવાજા ખોલવાની પહેલીવાર ફરજ પડી હોવાનું જણાવી મળસ્કે એક કલાક કે 6 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરાઈ હતી પણ મોનિટરિંગ કરતા અને મોડી રાત્રે નર્મદા જિલ્લા કલેકટર

આઈ કે પટેલે ટેલીફોનીક મુલાકાત મા વિશેષ માહિતી આપતા જણાવ્યું હતુ , ગુરુવારે રાતે એટલે કે શુક્રવારે વહેલી સવારે 1 વાગ્યે ડેમના દરવાજા ખોલવા પડશે અને અને નર્મદા ડેમના દરવાજા બન્યા પછી પહેલીવાર ગેટ ખોલશે અને 6લાખ ક્યૂસેક પાણી છોડતા નર્મદા બે કાંઠે વહેતી થશે અને નર્મદા મા ઘોડાપૂર આવશે.

આજે મળસ્કે 1.30 કલાકે 10 દરવાજા 0.92 મીટર સુધીના ખોલ્યા હતા,  ત્યારે બાદ ક્રમશઃ કુલ 23 દરવાજા 80 મીટર સુધીના તબક્કાવાર ખોલી નાખવામાં આવ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા નર્મદા ડેમને 30 દરવાજા લાગ્યા પછી નર્મદા ડેમ ઓવરફ્લો થવા નો બંધ થયો હતો પણ આજે પહેલીવાર ઈતિહાસમાં બે વર્ષ પછી 23 દરવાજા ખોલી નાખતા નર્મદા ડેમમાંથી 180788 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહેવા માંડી હતી. નર્મદા નદીમાં ભારે પાણીની આવક થતા પહેલીવાર ઘોડાપુર આવતા નર્મદા નદી ગાડીતુર બની હતી અને નર્મદા ડેમ ઓવરફ્લો નો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

નર્મદાનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું હતું.જિલ્લા કલેકટર આઈ. કે.પટેલ ના જણાવ્યા અનુસાર નર્મદા ના 27ગામો ને અસર થશે જેમા નાંદોદ તાલુકાના 15ગામો , ગરુડેશ્વર તાલુકાના 8ગામો અને તિલકવાડા તાલુકા ના 4-ગામો મલી 27ગામોને અસર થવાની હોવાથી તંત્રએ નર્મદા ના 50ગામોને  એલર્ટ કરી દેવાયા હોવાનું જાણવ્યું હતું  અને સવારે તમામ અસરગ્રસ્ત ગામોમાં અધિકારી ઓની ટીમને રવાના કરી  દેવામા આવી હોવાનું જણાવ્યું હતું. તંત્રએ આખી રાત સતત મોનીટરીંગ કરી રાહત બચાવ કામગીરી માટે તંત્ર ને એલર્ટ કર્યું હતું.

ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. નર્મદા ડેમમાં 6 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે હાલ ડેમની સપાટી 130.10 મીટર સુધી પહોંચી છે. દર કલાકે 32 સેમીનો પાણીનો વધારો થઇ રહ્યો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની મંજુરી આપી છે.

બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઉપરવાસના પાણીની આવક નર્મદામાં પણ આખી રાત સતત ભારે વરસાદ પાણીની આવકને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો જેને કારણે નર્મદા ડેમની સપાટી વધી રહી હતી. નર્મદા ડેમમાં 1, 80, 788 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 89582 ક્યુસેક પાણીની જાવક સવારે નોંધાઈ હતી. જેના કારણે હાલ ડેમની સપાટી 130.20 મીટર સુધી પહોંચી ગઈ હતી. જેમાં દર કલાકે 32 સેમિનો પાણીનો વધારો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કંટ્રોલ ઓથોરીટી સરદાર સરોવર ડેમ ને 131 મીટર ભરવાની મંજુરી આપી હોવા છતાં પાણી છોડવાની ફરજ પડી હતી.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટી સતત વધતા મોડી રાત્રે વડોદરા,ભરૂચ અને નર્મદા જીલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામા આવી હતી, જેને પગલે ગરુડેશ્વર ખાતે નો ગોરા બ્રિજ સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો.