વીડિયો: નર્મદા ડેમના દરવાજા ખોલાતા જૂઓ ભવ્ય અને અદ્દભૂત નજારો, પાણીનો પ્રચંડ ધોધ

નર્મદા ડેમની હાઈટ 138 મીટર કરવામાં આવ્યા બાદ પહેલી વાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલાતા નર્મદા ડેમની આજૂબાજુના ગામોમાં પાણી ફરી વળ્યા છે અને ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે.

દરવાજા ખોલવામાં આવ્યા બાદ ડેમ પર જોવા લાયક નજારો દેખાયો હતો. પાણીનો પ્રચંડ ધોધ વહી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં ડેમને જોવા માટે પહોંચ્યા હતા. પાછલા કેટલાક વર્ષથી ઓછા વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો ન હતો અને ડેમ ભરાયો ન હતો, પણ આ વખતે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમ 130 મીટરની આસપાસ પહોંચી ગયો છે અને દરવાજા ખોલવામાં આવ્યા છે.

જૂઓ વીડિયો….