પહેલી વાર સાંભળીએ તો આ કેસ બિલ્કુલ ફિલ્મી લાગી શકે છે. ટીવી પર આવતી ગઠબંધન સિરિયલમાં આઈપીએસ ઓફીસર બનતી ગુજરાતી યુવતી મહારાષ્ટ્રીયન ગેંગસ્ટરના પ્રેમમાં પડીને લગ્ન કરે છે. આવો ડિટ્ટો કિસ્સો ઉત્તરપ્રદેશમાં બન્યો છે.
ઉત્તરપ્રદેશની મહિલા પોલીસ કોન્સ્ટેબલ પાયલે પહેલી વાર ગ્રેટર નોઈડાની કોર્ટમાં ગેંગસ્ટર રાહુલ થારસાના સાથે મુલાકાત કરી હતી. કોર્ટમાં રાહુલની સુનાવણી થઈ રહી હતી. રાહુલે મનમોહન ગોયલ નામના વેપારીની હત્યા કરી હતી. 9 મે-2014માં તેની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ પર ડરઝન જેટેલા ગુના નોંધાયેલા છે, જેમાં લૂંટ અને હત્યાના કેસ પણ છે.
તે સમયે પાયલ સૂરજપુર કોર્ટમાં ફરજ બજાવતી હતી અને અહીંયા જ રાહુલને મળી હતી અને ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. રાહુલ જેલમાં હોય કે જેલની અંદર હોય, પાયલ તેને નિયમીત મળતી હતી. સમય જતાં બન્ને વચ્ચેનો પ્રેમ ગાઢ થયો અને લગ્ન કરી લીધા. લગ્નના ફોટો રાહુલે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.
પાયલ અને રાહુલ ક્યાં લગ્ન કર્યા તેનો ખુલાસો કર્યો નથી. પાયલના વરિષ્ઠ અધિકારીઓને લગ્ન અંગે કોઈ જાણકારી નથી. ગૌતમબુદ્વ નગર પોલીસ સ્ટેશમાં હાલ પાયલ ફરજ બજાવે છે. રાહુલ થારસાના અનિલ દુજાના ગેંગનો મેમ્બર છે અને 2008થી તેની સામે તપાસ ચાલી રહી છે. પોલીસ વિભાગ શર્મસાર થતાં પાયલ વિરુદ્વ કાર્યવાહી કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.