વીડિયો: નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું, જાણો

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે ડેમની મુલાકાત લીધી હતી. નર્મદા ડેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે સરદાર પટેલ અને પીએમ મોદી સહિત સમગ્ર ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે. સરદાર પટેલે 1948માં જોયેલું સ્વપ્ન અને પીએમ મોદીનું લક્ષ્ય હતું તેમ ગુજરાતની જીવાદોરી સાર્થક થાય તે પૂર્ણ થયું છે.

તેમણે કહ્યું કે ભારે વરસાદ અને પાણીની આવકના કારણે 138 મીટર એટલે કે ફૂલ કેપેસિટી આગામી દિવસોમાં ભરાશે. સૌની યોજનાનાં ડેમો અને સુજલામ સુફલામ યોજનાની નહેરો અને તળાવોમાં પાણી છોડવામાં આવશે. 400-500 કિ.મી સુધી પહોંચાડી ગુજરાતના ખેડુતોને પાણી છોડવામાં આવશે. ગુજરાતની દુષ્કાળની મોટી સમસ્યા દુર થઈ છે. નેવાનાં પાણી મોભે ચઢાવવા એ વાત સાર્થક થઈ છે.  ખૂબ આંનદ છે.

તેમણે કહ્યું કે ગઈકાલથી જ ગામોને અલર્ટ કરી દીધા છે. સ્થળાંતરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. લોકોને ખ્યાલ આવી ગયો હતો કે દરવાજા ખૂલશે અને પાણી આવશે એટલે લોકો પણ સાવધ થઈ ગયા હતા.

સાંભળો મુખ્યમંત્રીએ શું કહ્યું?