દક્ષિણ ગુજરાતમાં બે નદીઓ ઉફાન પર છે. નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમની વધી રહેલી સપાટીને લઈ સુરતના કલેક્ટર ડો.ધવલ પટેલે ઓડિયો મેસેજ થકી સુરતના લોકોને અફવા પર ધ્યાન નહીં આપવાની અપીલ કરી છે. સુરતમાં કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિ ન હોવાનું તેમણે જણાવ્યું છે.
સાંભળો શું કહ્યું કલેક્ટર ડો.ધવલ પટેલે?