મોબાઈલ ફોન પર વધુ સમય ચીટકી રહેવાના કારણે બની શકો છો આ રોગોનો શિકાર

મોબાઈલ ફોન પર વધુ સમય ચીટકી રહેવાના કારણે અનેક પ્રકારની બિમારી લાગુ થઈ શકે છે. ખાસ કરીને મોબાઈલ પર સતત ચોંટી રહેવાના કારણે આ આદત સ્થૂળતા તરફ દોરી જાય છે. નવા સંશોધન મુજબ સ્માર્ટફોનનું વ્યસન વજનમાં વધારો કરે છે અને જીવલેણ રોગોને નોતરે છે.

કોલમ્બિયન સંશોધનકારોના જણાવ્યા મુજબ રોજિંદા પાંચ કે તેથી વધુ કલાકો તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા પુખ્ત વયના યુવાનોમાં મેદસ્વીપણા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું જોખમ 43 ટકા વધી જાય છે, જેમાં હૃદયરોગનો પણ સમાવેશ થાય છે.

કોલમ્બિયાની સિમોન બોલીવર યુનિવર્સિટી (SBU) માં કાર્ડિયાક પલ્મોનરી અને વેસ્ક્યુલર રિહેબિલિટેશન નિષ્ણાત મીરારી મન્ટીલા-મોરોને કહ્યું કે “સ્માર્ટફોન સાથે વધુ સમય વિતાવવાની લત બેઠાડાં જીવનની આદી બનાવે છે. શારીરિક પ્રવૃત્તિ માટે સમય ઘટાડે છે, જે અકાળ મૃત્યુ, ડાયાબિટીઝ, હ્રદય રોગ, વિવિધ પ્રકારના કેન્સર, અસ્વસ્થતા અને મસ્ક્યુલોસ્કેલેટલ લક્ષણોનું જોખમ વધારે છે.” ,.

આ રિસર્ચમાં 1.060 વિદ્યાર્થી, 700 મહિલાઓ અને 360 પુરુષો ઉપરાંત 19થી 20 વર્ષની વયના યુવાનોને આવરી લેવામાં આવ્યા હતા. જૂનથી ડિસેમ્બર, 2018 દરમિયાન આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.

સંશોધનકારોએ શોધી કાઢયું છે કે જે વિદ્યાર્થીઓ તેમના સ્માર્ટફોનનો વધુ ઉપયોગ તો કરતાં જ હતા પણ સાથે સાથે સુગરયુક્ત પીણા, ફાસ્ટ ફૂડ, મીઠાઈઓ, નાસ્તો વગેરેનું પણ સેવન કરતા હતા, આના કારણે તેમની શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો હોવાનું જણાઈ આવ્યું છે.

રિસર્ચના વડા મન્ટીલા-મોરોને કહ્યું કે, ” લોકોને આ અંગે જગૃત કરવા જરૂરી છે. મોબાઈલ ટેક્નોલોજી અનેક પ્રકારે ઉપયોગી છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ તેના વપરાશમાં તકેદારી નહીં રાખવામાં આવે તો મેદસ્વીપણા સહિતના અનેક રોગોને ઈરાદા વિના જ નિમંત્રણ આપી દેવામાં આવે છે. વિશ્વભરના 1.9 યુવાનો આ સ્થિતિના સકંજામાં છે.