PM મોદીએ આઠ વાગ્યે દેશને રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો. જમ્મૂ-કાશ્મીર અંગે PM મોદીએ દેશને ચિતાર સહિત નવા કાશ્મીર-નવા લદ્દાખના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આર્ટિકલ 370 રદ્દ કર્યા બાદ PM મોદીએ પહેલીવાર કાશ્મીર મામલે દેશને સંબોધિત કર્યું અને આશ્વસન આપ્યું કે સરકારના આ ફેંસલાથી વિકાસ થશે.
PM મોદીએ કહ્યું કે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. એક એવી વ્યવસ્થા જેના કારણે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈ અને બહેનો અનેક અધિકારોથી વંચિત રહ્યા હતા, તે વિકાસ આડેની અડચણો દુર થઈ ગઈ છે.
જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35-એ રદ્દ કરવા અંગે તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરને અલગતાવાદી, આતંકવાદી, પરિવારવાદી અને વ્યવ્સથાઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સિવાય કશું આપવામાં આવ્યું નથી. આ બન્ને કલમને લઈ કેટલાક લોકોની લાગણીને ભડકાવી પાકિસ્તાન દ્વારા તેનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.