વરસાદનો ખૂબ-ખૂબ આભાર: નર્મદા ડેમની સપાટી 127.98 મીટરે પહોંચી

નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદનો ખૂબ ખૂબ આભાર કે અત્યાર સુધી નર્મદા ડેમની સપાટીમાં સતત ભરાઈ રહ્યો છે. ડેમનું લેવલ વધ્યું છે અને 67.89 ટકા ડેમ ભરાઈ ગયું છે.
બુધવાર સુધીમાં ડેમની સપાટીમાં વધારો થયો છે અને 127.98 મીટર નર્મદા ડેમની સપાટી પહોંચી ગઈ છે. પાછલા પંદર દિવસમાં ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે. 121.92 મીટર ડેમ બંધાયા બાદ ડેમની હાઈટને વધારવામાં આવી હતી અને ડેમની સપાટીને 138.68 મીટર સુધી લઈ જવામાં આવી છે. 121 મીટરની સપાટી ડેમે વટાવી લીધી છે.
ઓગસ્ટ માસના આરંભે ડેમની સપાટી માત્ર ૧૧૦ મીટર જ રહેતા ગુજરાત પર જળસંકટ ધોળાઈ રહ્યું હતું જોકે છેલ્લા પંદર દિવસથી મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. રાજયને એક વર્ષ ચાલે તેટલું પાણી નર્મદા ડેમમાં સંગ્રહિત થઈ ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની જુની સપાટી 121.92 મીટર હતી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ડેમ પર દરવાજા મુકવાની છુટ આપવામાં આવતા નર્મદાની સપાટી 138.68 મીટર થવા પામી છે.
ગત વર્ષે દરવાજા મુકવાની કામગીરી પૂર્ણ થયા બાદ આ વર્ષે ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવાની મંજુરી પણ આપી દેવામાં આવી છે.
જો નર્મદા ડેમ પોતાની પૂર્ણ ક્ષમતા એટલે કે 138.68 મીટર સુધી ભરાઈ જાય તો ગુજરાતમાં ત્રણ વર્ષ સુધી પાણી, સિંચાઈ કે વિજળીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય.