કોલ્હાપુર: રેસ્ક્યુ બોટ પલટી જતા 22નાં મોત, બચાવ કામગીરી જોરમાં

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પાછલા કેટલાક દિવસોથી પૂરની સૌથી ખરાબ અસર જોવા મળી રહી છે. સાંગલીમાં ખાનગી બોટ પલટી જતાં 22 લોકોના મોત નિપજ્યા હતા અને તેમાં મોટાભાગે મહિલાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાઓની સાથે બાળકો પણ હતા અને તમામ બોટમાં સવાર હતા.

નેવી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને મહિલાઓને હેમખેમ બહાર કાઢવામાં આવી રહી છે. કોલ્હાપુરના ચીખલી ગામમાંથી નેવી દ્વારા લોકોને સોનતાલી ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત નેવી દ્વારા પુર અસરગ્રસ્ત કોલ્હાપુરમાં લોકોની સલામતી માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2005 પછી કોલ્હાપુર સૌથી ભયાનક પુરનો સામનો કરી રહ્યું છે.

બીજી તરફ કર્ણાટકનો બેલગામ જિલ્લો પણ પુરથી પ્રભાવિત થયો છે. ત્યાં પણ નેવી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. કોવાડુ ગામમાંથી અંગાજે 25 લોકો સલમાત બહાર કાઢવામાં આવ્યા છે. 10 ફૂટ જેટલા પાણીના લેવલમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ ચેલેન્જ ઈન્ડીયન નેવી દ્વારા પાર પાડવામાં આવી હી.