જૂઓ ફોટો: 7-8-2006: સુરતીઓને આજની તારીખ યાદ છે? 13 વર્ષ પૂર્વે સુરત હતું પાણીમાં

આજથી બરાબર 13 વર્ષ પૂર્વે એટલે કે 7-8-006ના દિવસે સુરતની તાપી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આખા સુરતમાં ચારેકોર પાણી જ પાણી થઈ ગયું હતું. સુરતીઓ માટે આ દિવસ હંમેશ યાદગાર બની રહેશે.

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

જૂનું સુરત જેને કોટ વિસ્તાર કહેવાય છે ત્યાં રસ્તાઓ પર એટલા બધા પાણી ભરાયા હતા કે હોડીઓ ફરતી થઈ ગઈ હતી.

સુરતના અઠવા સર્કલ પર પાણીની તસવીર, વિમાન મારફત ફૂટ પેકેટ્સ અને લોકોને રેસ્ક્યુ કરાયા હતા.

ભાગાતળાવ પથ્થરવાળી હોસ્પિટલ તરીકે જાણીતી રૂક્માબાઈ હોસ્પિટલ પાસે પાણીનો ભરાવો.

સુરતનું લોવેલ બ્રિજ પાણીમાં ગરક હતું.