તમારા મસ્ત મજાના બૂકેમાં શોભતા આ ફૂલ 15 દિવસ સુધી રહે છે તરોતાજા, જાણો ડાંગમાં થતી આ ફૂલોની ખેતી વિશે

ડાંગ જિલ્લાના વાળા તાલુકાનાં ભાદરપાડા ગામની આજુબાજુની લીલીછમ વનસ્પતિ અને ગીચ જંગલોની પૃષ્ઠભૂમિ સામે ભાદરપાડામાં એક એકર વિસ્તારના શેડવાળા ચોખ્ખા ગ્રીન હાઉસની અંદર ચળકતા લાલ, હૃદય આકારના એન્થ્યુરિયમ ફ્લાવર ખીલી રહ્યા છે અને આ ફૂલમાં સફેદ અને પીળા રંગના ટપકાં જોવા મળે છે.

આ ફૂલોનો ઉછેર કરનાર કિશોર પટેલ છે, જે ભાદરપાડામાં ગુરુકુલ માધ્યમિક શાળા શાળાના આચાર્ય છે.ભાદરપાડામાં 96 ટકા વસ્તી અનુસુચિત જનજાતિ (એસટી)ની છે. કિશોર પટેલ ખુદ દોઢીયા આદિવાસી સમુદાયના છે. જે મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં સ્થિત છે. સુરતમાં બાગાયત વિભાગના રાજ્યના ઉપ નિયામક દિનેશ પડાળીયાના જણાવ્યા મુજબ કિશોર પટેલ ગુજરાતના એક માત્ર એન્થ્યુરિયમ ફ્લાવર ઉગાડતા ખેડૂત છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માલવાડા ગામ સાથે સંકળાયેલા કોલેજના સાથી અને સાથી આદિવાસી દર્શન પટેલની સલાહથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ એન્ડ એજ્યુકેશનના સ્નાતક 42 વર્ષિય કિશોર પટેલ એન્થ્યુરિયમ ફ્લાવરના વાવેતર તરફ વળ્યા છે.

વર્ષ 2016 ની શરૂઆતમાં કિશોર પટેલે લગભગ 60 લાખ રૂપિયાના રોકાણ બાદ 40,000  છોડો એક જ મેદાનમાં વાવ્યા. આ જથ્થામાં શેડ નેટ સાથે ગ્રીનહાઉસ સ્થાપિત કરવા (સીધા સૂર્યપ્રકાશ, પક્ષીઓ અને જંતુઓ સામે રક્ષણ આપવા), ઓવરહેડ વોટર છંટકાવ (70-80% ની મહત્તમ સંબંધિત ભેજ અને 15-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની શ્રેણી જાળવવા) નો સહિત રોપાઓના ખર્ચનો સમાવેશ થાય છે. અને. આ તેણે મુંબઇમાંથી ખરીદેલા નાળિયેરના કોચલાની માટીમાં સૌ પ્રથમ વાવેતર કર્યુ હતું.

કિશોર પટેલે અંગ્રજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે ભારે રોકાણો ફક્ત રાષ્ટ્રીય બાગાયતી બોર્ડ તરફથી મળેલી સબસીડીના કારણે થઈ શકે છે. 50 ટકા સબસીડીમાં ગ્રીનહાઉસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વાવેતર સામગ્રીનો ખર્ચને આવરી લેવામાં આવે છે. એસ.ટી. કેટેગરીના અરજદારો માટે ગુજરાત સરકારની વધારાની 25 ટકા સબસીડી છે. પ્રત્યેક રોપા બે ફૂટની ઉંચાઇથી નીચેના 5-6 ફૂલોના છોડ ધરાવે છે. વાવેતર પછી લગભગ બે વર્ષ પછી ફૂલો આપવાનું શરૂ કરે છે અને એક જ વખતના વાવેતરમાં 10 વર્ષ સુધી ફૂલ ઉગે છે.

કિશોર પટેલ દર મહિને સરેરાશ 5૦૦૦ એન્થ્યુરિયમ ફ્લાવર વેચે છે. મુખ્યત્વે મુંબઇ અને અમદાવાદના વેપારીઓ આ ફ્લાવર ખરીદે છે. દરેક ફૂલ 20 રૂપિયા અથવા તેથી વધુની કિંમતે વેચાય છે. લાલ જ નહીં, પણ ગુલાબી, આલૂ અને વાયોલેટના રંગમાં પણ સપ્લાય કરવામાં આવે છે. મોટે ભાગે આ ફ્લાર શો-પીસ અથવા તો બૂકેમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને ત્રણ અઠવાડિયા સુધી તરોતાજા રહે છે.

ગયા વર્ષે કિશોર પટેલે મુંબઈ અને અમદાવાદની પાર્ટીઓને લગભગ 48,000 ફૂલો વેચ્યા હતા. ડાંગ જિલ્લામાં રેલવે જોડાણ નથી. કિશોર પટેલના ભાદરપાડાથી ફૂલોને સારી રીતે પેકીંગ કરી પાર્સલ મારફત બીલીમોરા રેલવે સ્ટેશન પરથી રવાના કરે છે. ખેતીની સાથે કિશોર પટેલે શાળાની નોકરી પણ ચાલુ રાખી છે અને આ ફ્લાવરની ખેતી કરવાનો તેમને ભરપૂર સંતોષ છે.

એન્થ્યુરિયમ ફ્લાવરના વાવેતરમાંથી કિશોર પટેલને સરેરાશ વાર્ષિક આવક આશરે રૂ .9 લાખ થાય છે, તેમણે હાલમાં પાંચ ફ્લોરિકલ્ચર ઓપરેશન્સની સંભાળ રાખવા પાંચ મજૂરોને રોક્યા છે. તેઓએ તેમને વ્યક્તિગત રૂપે તાલીમ આપી છે અને તેમને ભોજન અને રહેવાની સાથોસાથ દૈનિક 150 રૂપિયા વેતન આપે છે. તેમનું ફાર્મ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી પણ મુલાકાતીઓને આકર્ષિત કરી રહ્યું છે. ગ્રીન હાઉસમાં સેંકડો એન્થ્યુરિયમ ફ્લાવર ખીલે છે.કિશોર પટેલ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.