ઈસ્લામાબાદમાં દેખાયા અખંડ ભારતના પોસ્ટર, વીડિયો થયો વાયરલ

કલમ 370 રદ્દ થવાના અનેક રીતે રિએકશન આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાના પાટનગર ઈસ્લામાબાદના કેટલાક વિસ્તારોમાં ભારતના સમર્થનમાં પોસ્ટર જોવા મળી રહ્યા છે. આ બેનર્સ પર શિવસેનાનાં નેતા શંજય રાઉતનું અખંડ ભારતવાળું નિવેદન છપાયું છે. આ બેનર્સ સોશિયલ મીડિયાનાં મોટા પ્રમાણમાં વાયરલ થયા છે.

https://twitter.com/TajinderBagga/status/1158697289080160257

ઈસ્લામાબાદનાં એક વ્યક્તિએ બેનર્સ જોયા અને તેનો વીડિયો બનાવ્યો. આ પોસ્ટર ઈસ્લામાબાદ પ્રેસ કલબ પાસે પણ લાગ્યા છે અને મોટી સંખ્યામાં લોકો બેનર જોવા એકત્ર થઈ ગયા હતા. એક વ્યક્તિએ કહ્યું કે જે લોકો અહીંયા આવા પોસ્ટર લગાવી રહ્યા છે તેઓ દિલ્હી અથવા મુંબઈ જઈને આવા પોસ્ટર લગાવી શકે છે.

https://twitter.com/umashankarsingh/status/1158712247276806144

પ્રથમ આ વીડિયો ફેક માનાવામાં આવી રહ્યો હતો. પણ ભાજપના દિલ્હીના પ્રવક્તા તજિન્દરપાલ સિંહ બગ્ગાએ પોતાના ટવિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યા છે અને લખ્યું છે કે પોસ્ટર ઈન પાકિસ્તાન.