પાંચમા ધોરણમાં ભણતા નવ વર્ષના બાળકને સ્કૂલે આપ્યું કેરેક્ટરલેસ હોવાનું સર્ટીફિકેટ, જાણો આખો મામલો

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની એક સરકારી શાળાએ પાંચમા ધોરણમાં ભણતા નવ વર્ષના કથિત રૂપે ‘કેરેક્ટરલેસ’નું સર્ટીફિકેટ આપતા હોબાળો મચી ગયો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએના અહેવાલ પ્રમાણે શાળા તંત્રની આ કાર્યવાહીથી વિદ્યાર્થીને અન્ય કોઇ શાળામાં પ્રવેશ મળી શકે એમ નથી અને તેના અભ્યાસ ભાવિ સામે ખતરો ઉભો થયો છે. વિદ્યાર્થીના વાલીએ આરોપ લગાવતા કહ્યું કે હતું કે વિદ્યાર્થીને તેના શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરવા બદલ શિક્ષા આપવા માટે આવા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે.

આ ઘટનાના જવાબમાં ગોંડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નીતિન બંસલે જણાવ્યું હતું કે, ” આચાર્ય અને માતા-પિતા વચ્ચેના વિવાદના કારણે વિદ્યાર્થીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં અભદ્ર ટિપ્પણી કરવામાં હોવાનો કિસ્સો ધ્યાને આવ્યો છે.” બંસલે ઉમેર્યું, ” BSA (બેઝીક શિક્ષા અધિકારી) દ્વારા કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જો તે સાચી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ”

વિગતો મુજબ ગયા મહિને પાંચમા ધોરણા 5 ના વિદ્યાર્થી અને તેના કેટલાક સહપાઠીઓને વચ્ચે ઝઘડો થયો હતો. સજા તરીકે, પ્રાથમિક શાળાના એક શિક્ષકે છોકરાને માર માર્યો હોવાના અહેવાલ છે. પીડિતના માતા-પિતા દ્વારા શાળાના આચાર્યને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જોકે, શાળાના આચાર્યએ આ બાબતે કાર્યવાહી કરવાની ના પાડી હતી.

શાળાના આચાર્ય દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા માતા-પિતાએ બાળકને શાળા છોડાવી લેવાનો નિર્ણય કર્યો હતો. આ બાબતનો બદલો લેતાં, શાળાના આચાર્યએ બાળકને સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ પર કેરેક્ટરલેસનો શેરો માર્યો હતો  પિતાએ કહ્યું કે ટ્રાન્સફર સર્ટિફિકેટ પર લખવામાં આવેલી આ ટિપ્પણીથી મારા પુત્રને બીજી કોઇ શાળામાં પ્રવેશ નહીં મળે. આચાર્ય મારા બાળકના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.