જમ્મૂ-કાશ્મીરને લઈ મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરને લઈ સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની જોગાવઈ હટાવી દેવામાં આવી છે. હવે તેને તમામ ખંડ લાગુ થશે નહીં. અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરની પુનરર્ચનાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
મોદી સરકારે જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો છે. સાથે જ લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યો છે. જમ્મૂ-કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે જ્યાં વિધાનસભાની ચૂંટણી થશે. બીજું કે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે પણ ત્યાં વિધાનસભાની ચૂંટણી થશે નહીં. એટલે જમ્મૂ-કાશ્મીર વિધાનસભાવાળું રાજ્ય અને લદ્દાખ દિલ્હી અને ચંદીગઢની જેમ વિધાનસભા વિનાનો પ્રદેશ હશે,
મોદી સરકારના નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીરને મળેલા વિશેષ અધિકારો ખતમ થશે નહીં પણ તેમાં ઘટાડો આવશે. જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ હવે દિલ્હી જેવી થઈ ગઈ છે. જમ્મૂ-કાશ્મીરના સરકારો હશે પણ રાજ્યપાલ પાસે તમામ અધિકારો હશે. દિલ્હીની જેમ ત્યાંની સરકારે રાજ્યપાલની પરમીશન લેવાની રહેશે,
મોદી સરકારના નિર્ણયથી ભારતનું બંધારણ સંપૂર્ણપણે લાગુ થશે. જમ્મૂ-કાશ્મીરનું અલગ કોઈ બંધારણ હશે નહીં. જમ્મૂ-કાશ્મીરે 17 નવેમ્બર-1956 પોતાનું બંધારણ મંજુર કર્યું હતું. હવે તે સંપૂર્ણપણે સમાપ્ત થયું છે. કાશ્મીરને અત્યાર સુધી જે વિશેષ અધિકારો મળ્યા હતા તેના કારણે ઈમરજન્સી લાગુ કરવામાં આવી શકે છે. પણ હવે કેન્દ્ર સરકારના ફેંસલા બાદ જ ઈમરજન્સી લાગુ કરી શકાશે.
કલમ 370 જમ્મૂ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. પણ હવે દેશના અન્ય રાજ્યોની જેમ વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. આ સિવાય જમ્મૂ-કાશ્મીરમાં વોટ આપવાનો અધિકાર માત્ર ત્યાંના સ્થાનિક નાગરિકોને હતો. બીજા રાજ્યોના લોકો વોટ આપી શકતા ન હતા અને ચૂંટણીમાં ઉમેદવાર બની શકતા ન હતા. પણ હવે મોદી સરકારના નિર્ણયથી ભારતના નાગરિકો ત્યાં વોટર પણ બનશે અને ઉમેદવારી પણ કરી શકશે.