કાશ્મીરમાં RPCનાં બદલે લાગૂ થશે IPC, શું છે રણબીર દંડસંહિતા?

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ત્યાંની અનેક વસ્તુઓમાં રાતોરાત ફેરફાર આવી જશે. આમાં ઈન્ડીયન પીનલ કોડ(IPC)નો પણ સમાવેશ થાય છે. કાશ્મીરમાં આ પહેલાં IPC લાગૂ ન હતી. પણ કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં કોર્ટના તમામ મામલાઓમાં IPC લાગૂ થશે. આ સાથે જ રણબીર દંડ સંહિતા આપોઆપ ખતમ થશે. તો જાણીએ કે રણબીર દંડસંહિતા(RPC) શું છે.
રણબીર દંડસંહિતાને રણબીર આચાર સંહિતા પણ કહેવામાં આવે છે. જમ્મૂ-કાશ્મીરમાં બ્રિટીશ શાસનકાળથી આ સંહિતા લાગૂ હતી. 1932માં મહારાજા રણબીરસિંહના નામે રણબીર દંડસંહિતા લાગૂ કરવામાં આવી હતી. કારણ કે આઝાદી પહેલાં જમ્મૂ-કાશ્મીર એક સ્વતંત્ર રાજ્ય હતું. ત્યાંના શાસક રણબીરસિંહ હતા. આના માટે તેમના નામે કાયદાનું નામ રણબીર દંડસંહિતા આપવામાં આવ્યું હતું. કાશ્મીરમાં સામાન્ય બોલચાલમાં તેને RPC કહેવામાં આવે છે. IPCની જેમ જ RPC છે. પણ તેની કેટલીક કલમમાં ફેરફાર છે.

જાણો RPC ના કાયદા અંગે

  • જો કોઈ પણ વ્યક્તિ જાહેરસભા અથવા સાર્વજનિક સ્થળે ઘાતક હથિયાર લઈ જાય છે તો RPCમાં સજા કરવાનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે IPCમાં કલમ 53-એએ અંતર્ગત તેને સજાની જોગવાઈ છે.
  • કોર્ટમાં જબરદસ્તી ખોટી-જુઠી ગવાહી અથવા બયાન આપવા અંગે IPCમાં ગુનો માનવામાં આવે છે અને કલમ 195 મુજબ દંડની જોગવાઈ છે. પણ RPCમાં આવી કોઈ જોગવાઈ નથી.
    જો કમ્પ્યુટર એટલે કે સાયબર ક્રાઈમ જેવા ગુનાનો મામલો હોય તો RPCમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે IPCમાં દંડની જોગવાઈ છે.
  • રણબીર દંડસંહિતા(RPC)માં દહેજને લઈ કોઈ કાયદો નથી. જ્યારે IPCમાં દહેજને લઈ અનેક કાયદા છે.
  • રણબીર દંડસંહિતા(RPC)માં એક એવી કલમ છે કે કાશ્મીર સરકાર કોઈ પણ માણસને સજા આપી શકે છે. પ્રતિબંધિત વસ્તુઓનું પ્રકાશન કે વિતરણ કરવામાં આવેલું હોય તેવી વસ્તુઓનો આમાં સમાવેશ થાય છે.
  • વિદેશી જમીન પર અથવા દરિયાની મુસાફરી દરમિયાન જહાજ પર કરાયેલા ક્રાઈમ અંગે RPCમાં કોઈ જોગવાઈ નથી. જ્યારે IPCમાં જોગવાઈ કરાઈ છે. RPCમાં લાંચ લેવાને ગુનો માનવામાં આવે છે.
  • હત્યા અને ગેંગરેપ જેવા મામલે IPC અને RPCમાં એક જેવા જ કાયદા છે. બન્ને મામલે આજીવન કૈદ અને ફાંસની જોગવાઈ છે. જો જમ્મૂ-કાશ્મીરમાં આવી ઘટના બને તો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી જાય છે અને RPC મુજબ સજા આપવામાં આવે છે.