નવસારીમાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટી વટાવી છે. અંબિકા નદી ભયજનક સપાટીથી સાત ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે નદી કિનારાના 28 ગામોને હાઇ એલર્ટ કરાયા છે. તો કાવેરી અને પૂર્ણા નદી પણ ભયજનક સપાટીથી સરેરાશ ત્રણ ફૂટ ઉપ વહી રહી છે. અંબિકા નદીના ભયજનક સપાટી 28 ફૂટ છે અને હાલ તે 36 ફૂંટે વહી રહી છે. જ્યારે પૂર્ણાની ભયજનક સપાટી 23 છે અને હાલ તે ભયજનક સપાટી કરતા ત્રણ ફૂચ ઉપર વહી રહી છે.
એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. ચીખલી તાલકામાં કાવેરી નદી કાંઠેના હરણ ગામમાં 70 પરિવારોનું સ્થળાંતર કરાયું. કાવેરી નદી કાંઠે સદકપોર ગોલવાડ ફળિયામાં 6 પરિવારના 30 લોકો, મોહલામાં 13 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
બીલીમોરા દેસરા વિસ્તારમાં 122 લોકોનું સ્થળાંતર કરાયું છે. અંબિકા નદી પાસે વાડિયા શીંપીંગ યાર્ડમાંથી 30 લોકોનું સ્થળાંતર કરાયું. બીલીમોરા બંદરરોડથી પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બીલીમોરા, ચીખલી અન ગણદેવીમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત લોકોને ફૂટ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બીલીમોરામાં પાણીમાં ફસાયેલા 10થી 12 જણાને હેલિકોપ્ટર દ્વારા એર લિફટ કરી સુરત એરપોર્ટ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. તમામને સલામત રીતે એર લિફ્ટ કરવામાં આવ્યા હતા. એરફોર્સ દ્વારા આ રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતું,
ડાંગ જીલ્લામાં ભારે વરસાદને લઈ મહુવા તાલુકામાંથી પસાર થતી નદી અને ખાડીઓ તોફાની બની છે. મહુવા તાલુકાનાં ઉમરા ગામની સીમમાં અંબિકા નદી ઉપર આવેલો મધર ઈન્ડિયા ડેમ નજીકનો લો લેવલ પુલ પાસે અંબિકા નદીની સપાટી ભયજનક કરતાં વધી હોવાથી પાણી પુલ સાથે અથડાઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં લો લેવલ પૂર ઉપરનો વાહન વ્યવહાર વહીવટી તંત્રએ બંને બાજુ રોડ ઉપર આડાશ ઊભી કરી વાહન વ્યવહાર બંધ કરી દીધો છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો પુલ ઉપરથી પણ પાણી પસાર થાય તેવી શક્યતા રહેલી છે.