પાછલા 24 ક્લાક સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરતના મોટાભાગના રસ્તાઓ પર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જનજીવન ઠપ્પ થઈ ગયું છે ત્યારે સુરતના ટ્રાફીકથી ગીચોગીચ રહેતાં વરાછા વિસ્તારના ફ્લાય ઓવર બ્રિજ પર બાઈકનો ખડક્લો થઈ ગયો છે. એક તરફનો પુલ ચાલુ દેખાય છે અને એક તરફની લેનમાં બાઈક ખોટાકાયેલી જોવા મળી રહી છે.
જૂઓ વીડિયો…
પાણીમાં બાઈક ઢસડી જવાના કારણે ફ્લાય ઓવર બ્રિજ પર સેંકડો ગાડીઓ બંધ થઈ જવા પામી હતી. આટલું જ નહીં ત્યાર બાદ તો ટપોટપ એટલી બધી બાઈખ ખોટકાઈ કે ફ્લાય ઓવર બ્રિજ પર જાણે વરસાદી બાઈકનો મેળો લાગી ગયો હતો. પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી પરંતુ જે બાઈક બંધ જ થઈ ગઈ હતી તેના કારણે ટ્રાફીક જામ થયો હતો અને બાઈકની લાંબી લાંબી લાઈનો અને ખડક્લો જોવા મળ્યો હતો.