પાછલા 24 ક્લાકથી સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટીંગ ચાલી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં બારેમેધ ખાંગા થયા છે. માત્ર ચાર ક્લાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્તા તાલુકો જળતરબોળ થઈ ગયો છે અને ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
સુરતના ઓલપાડમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે ગામવાસીઓના રાબેતા મુજબના કામો ખોરવાયા હતા. બાળકો વરસાદી મોસમની ભૂરપુર મજા માણી રહ્યાછે. ખાસ કરીને ઉમરાડામાં માત્ર ચાર ક્લાકમાં 6 ઈંચ વરસાદ પડી ગયો છે. ઠેર-ઠેર પાણી ભરાણા છે. NDRF, FIRE, POLICEની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વધુ પડતો વરસાદ થવાના કારણે પાણીમાં ફસાયેલા લોકોને અન્યત્ર સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.
સુરત શહેરની મીઠી ખાડી પણ છલકાઈ છે. ખાડીની પ્રોટેક્શન વોલ સુધી પાણી ભરાઈ ગયા છે. ખાડી કિનારે રહેતા લોકોને સચેત કરી જરૂર પડ્યે સ્થળાંતર કરવાની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.