સમગ્ર ગુજરાતમાં વરસાદના કારણે કેટલાક શહેરોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વર પણ વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે. અંકલેશ્વર જીઆઇડીસીના તમામ રસતાઓ પર પાણી ફરી વળ્યા છે. જીઆઇડીસી અધિકારી અને ફાયર સટાફને કચેરી છોડી બહાર આવવું પડયું હતું.
પાનોલી જીઆઇડીસી મા સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. નેત્રંગની અમરાવતી નદી બે કાંઠે વહેતી નજરે પડે છે. હાલમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ભારે વરસાદ ખાબકવાથી વાલીયા રોડ પાણીમાં છે. ભરૂચના ફાયર સ્ટેશન અને પાનોલી પોલીસચોકીમાં પણ પાણી ભરાયા હતા.
જીઆઇડીસીમાંથી પસાર થતી નહેર થઇ ઓવરફ્લો થતાં જીઆઇડીસીના રસ્તા અને કંપનીંમા પાણી ભરાયા હતા. મર્કયુરી કંપની પાછળ નહેરનો ગેટ અડધો બંધ હોવાથી નહેર ઓવરફલો થઇ હતી.
હાંસોટ તાલુકા માં સાર્વત્રિક વરસાદ સાવરે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 190 મિમી વરસાદ નોંધાવા પામ્યો છે. કેટલાંક ગામો માં પાણી ભરાઈ ગયા હતા
હાંસોટ તાલુકામાં આજરોજ સવાર થી મેઘ રાજાની ધમેકદાર સવારી આવી છે સવારનાં છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 190 મીમી વરસાદ નોંધાયો છે અને તાલુકાના આસારમાં ગામમાં પાણી ભરાઈ જતાં ૨૨ જેટલાં ઘરો ખાલી કરતાં 160 જેટલા લોકોને આસરમાં ગામની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યાં છે.
જીઆઇડીસી નજીકના સંજાલીમાં પાણી ફરી વળ્યા હતા. કેટલીક કંપની વિજળીનું કરંટ ઉતારવાના ડરે બંધ કરી દેવામાં આવી હતી.
આમલખાડીની ઓવરફ્લો થતા પીરામણ ગામ, હેપીનગર અને શ્યામ નગરમાં પાણી પહોંચી ગયા હતા. ખાડીની સપાટીમાં હજુ પણ વધારો ચાલું જ રહેવા પામ્યો છે.
કોસમાડી તળાવમાં દિવાલ તોડી ગાબડું પાડવામાં આવ્યું હતું જેના કારણે ખાડી છલોછલ થઈ ગઈ હતી. 2004માં પણ તળાવની દિવાલને તોડી પાડવામાં આવી હતી.
અંકલેશ્વરના પિરામણ ગામ જતા રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા.
અંકલેશ્વર શહેરને જોડતો માર્ગ વરસાદને કારણે બંધ થઈ ગયો હતો. ભરૂચ રેલવે સ્ટેશનની આસપાસ પણ પાણી ભરાયા હતા. જ્યારે હાંસોટ તાલુકાનું ઇલાવ ગામ બેટમાં ફેરવાયું હતું. ભરૂચમાં ભારે વરસાદના પગલે નગર પાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. ઝઘડિયાની રેવા રેસિડન્સીમાં વરસાદની સાથે માછલીઓ પણ તણાઈ આવી હતી.