વીડિયો: અને પલકવારમાં ચાર ગાયો સૂર્યા નદીના ધસમસતા વહેણમાં તણાઈ ગઈ

ચારેકોર ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સૂર્યા નદીમાં ચાર ગાયોની તણાઈ જવાની કરૂણાંતિકા સર્જાઈ છે. ચારેય ગાયો નદીના ધમસમસતા વહેણમાં આંખના પલકારામાં પાણીમાં ગરક થઈ જવા પામી હતી.

પાલઘરમાં વહેતી સૂર્યા નદીનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સૂર્યા નદીના પુલ પર પાણી ફરી વયા છે. ધસમસતા વહેણમાંથી પાંચ ગાયો પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાંચ પૈકી ચાર ગાયો પાણીના વહેણમાં તણાઈ જવા પામી હતી.

જૂઓ વીડિયો…