જમ્મુ-કાશ્મીરમાં કશુંક મોટું થઈ રહ્યું છે? અજીત ડોભાલની ગુપ્ત મુલાકાત, અમિત શાહ રોકાશે કાશ્મીરમાં, તમામ સાંસદોને હાજર રહેવા ભાજપનું વ્હીપ

જમ્મુ કાશ્મીરની એડવાઈઝરી અને રાજ્યમાં કંઈક મોટું થવાની અટકળ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે જમ્મુ કાશ્મીર જઈ શકે છે અને તેઓ બે દિવસ સુધી ઘાટીમાં રોકાશે એવી જાણકારી મળી રહી છે. બીજી તરફ વિપક્ષોએ કાશ્મીરમાં શું થઈ રહ્યું છે તે અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યા છે. દરમિયાનમાં ભાજપે રાજ્યસભા અને લોકસભાના તમામ સાંસદોને પાંચથી સાત ઓગષ્ટની વચ્ચે હાજર રહેવાનો વ્હીપ જારી કર્યો છે.

ગૃહમંત્રી  અમિત શાહ સંસદ સત્ર પૂર્ણ થયાના બે દિવસ બાદ કાશીમર ઘાટીની યાત્રા પર જઈ શકે છે. તેઓ જમ્મુ પણ જવાના છે. એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડ્‌વાઇઝરીમાં અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને ઘટી છોડવા માટે સલાહ આપવામાં આવી હતી. 

જમ્મુમાં બનેલા અમરનાથ યાત્રીઓના બેઝ કેમ્પથી યાત્રીઓને જવા માટે કહી દેવામાં આવ્યું છે. સરકારે આદેશ ઘાટીમાં આતંકી હુમલાની દહેશતની પગલે આપવામાં આવ્યો હતો. સરકારના આ આદેશ બાદ અનેક પ્રકારની અટકળો પણ શરુ થઇ ગઈ હતી. 

બીજી તરફ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ માલિકે શુક્રવારના રોજ સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજનૈતિક દળના પ્રતિનિધિ મંડળ સાથે મૂલાકાત કરી હતી અને ત્યારબાદ તેમને શાંત રહેવા માટે અફવાઓ પર ધ્યાન ન આપવા માટે જણાવ્યું હતું. તેમણે તેવું પણ કહ્યું કે આર્ટિકલ 35-Aને હટાવવાની કોઈ જાણ રાજ્યને નથી.

જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ રૂપથી ખીણમાં મોટાભાગનાં લોકો માને છે કે સંવિધાનનાં અનુચ્છેદ 35-Aને સમાપ્ત કરવાની તૈયારી છે. આ દરમિયાન રિપોટ્‌ર્સ આવી રહ્યો છે કે રાજ્યમાં જમ્મુ, ખીણ અને લદ્દાખને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનાં વિચાર પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. એક સામાન્ય કાશ્મીરી માટે અત્યારે પ્રાથમિકતા સંપૂર્ણ રીતે અલગ છે. આ સમયે તેની ચિંતા રાશન, દવાઓ, ખાદ્ય તેલ, મીઠુ, ચા દાળ અને શાકભાજી ભેગી કરવી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં સુરક્ષાબળોને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. 

કાશ્મીરમાં શું થવા જઇ રહ્યું છે તે વિશે કોઇને જાણ નથી. જો કે એટલું ચોક્કસ છે કે કંઇક મોટુ થવા જઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરનાં અલગવવાદી નેતાઓથી લઇને ત્યાંની તમામ રાજકીય પાર્ટીઓ ચકિત છે. 

દરમિયાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલની ગુપ્ત કાશ્મીર યાત્રાએ પણ અફવાઓને હવા આપી છે. કહેવામાં આવ્યું હતુ કે તેઓ અમરનાથ યાત્રા માટે આવ્યા હતા.

બાબા અમરનાથની યાત્રામાં ભાગ લેનારા શ્રધ્ધાળુઓ અને અન્ય ઘાટીમાં રહેતા સાધુ સંતોને ઘાટીમાંથી બહાર નીકળી જવાનો આદેશ ગૃહ મંત્રાલયમાંથી આપ્યા બાદ સેનાનાં જવાનેએ મોટી કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ પીઓકેની અંદર લગભગ ૩૦ કિલોમીટર ઘુસીને આંતકીઓના અડ્ડા પર કાર્યવાહી કરી છે. પાંચથી સાત જેટલા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આતંકીઓના અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો છે.

બીજી માહિતી પણ સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે કે આંતકીઓના અડ્ડાઓ પર ભારતે જે કાર્યવાહી કરી એનાં લીધે નીલમ જેલમ હાઈડ્રોપાવર પ્રોજેક્ટને પણ નુકશાન પહોંચ્યું છે. એનજેએટપી પ્રોજેક્ટ પણ આ કાર્યવાહીનાં લીધે ડેમેજ થયો છે.તો દર વખતની જેમ ભારતની કાર્યવાહી પર પાકિસ્તાને આરોપ પણ લગાવ્યો છે કે ભારતે પીઓકેમાં ઘુસીને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરીને નિયમ તોડ્યો છે.

પાકિસ્તાને કહ્યું છે કે કોઈપણ કાશ્મીરના લોકોના અધિકાર અને તેમના દ્રઢ સંકલ્પને દબાવી શકશે નહીં. કાશ્મીર દરેક પાકિસ્તાનના લોહીમાં છે. કાશ્મીરીઓનો સ્વદેશી સ્વતંત્રતા સંગ્રામ સફળ થશે.  સુરક્ષા બેઠકમાં ભાગ નહોતો લીધો, પરંતુ કોઈએ એવું નથી કહ્યું કે તેઓ રજા પર હતા. અમરનાથ ગુફા પાસે એક ટેન્ટમાં તેમણે થળસેના અધ્યક્ષ જનરલ બિપિન રાવત સાથે મુલાકાત કરી અને તેઓ ખીણમાંથી જતા રહ્યા.