મૂળ અમદાવાદની ગુજરાતી હિરોઈન આશકાએ ન્યૂડ યોગા કરી મચાવી સનસનાટી, જુઓ ફોટો

ટીવીની દુનિયામાં ધુમ મચાવ્યા બાદ હોટ એન્ડ સિઝલિંગ આશકા ગોરાડીયાએ હવે સોશિયલ મીડિયામાં તરખાટ મચાવ્યો છે. આશકાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં આશકા ટોપલેસ થઈને યોગા કરતી દેખાય છે.

આશકાનો આ નવો ફોટો ખાસ્સો વાયરલ થયો છે. આ તસવીરમાં તે અર્ધનગ્ન અવસ્થામાં શિર્ષાસન કરતી જોવા મળે છે. ટીવી એકટ્રેસના આ અંદાજે સનસનાટી મચાવી દીધી છે. આશકાનો ફોટો ન્યૂડ યોગાથી પ્રેરિત છે. આશકાએ આને ભગવાનનું સૌથી ખૂબસૂરત સર્જન કહ્યું છે.

આ પહેલાં આશકા પતિના કારણે ચર્ચામાં આવી હતી. આશકાએ પાછલા વર્ષના સપ્ટેમ્બરમાં બ્રેન્ટ ગોબલ સાથે લગ્ન કર્યા હતા. આશકાએ આવા બોલ્ડ ફોટો પહેલી વાર શૂટ કર્યા નથી. આ પહેલાં પણ તેણે એકથી એક હોટ ફોટો શેર કર્યા છે. આશકા ટીવી સિરિયલ કુસુમમાં જોવા મળી હતી. આ સિરિયલમાં તેણે કુમુદનું પાત્ર ભજવ્યું હતું.

આશકા ગોરડીયાનો જન્મ 27 નવેમ્બર-1985માં ગુજરાતના અમદાવાદમાં થયો હતો. આશકાને અનેક ફેશન શો અને સોશિયલ ઈવેન્ટમાં પર્ફોર્મ કરતા જોવાઈ છે.