કુદરત મહેરબાન: ઉકાઈ ડેમ 300ને પાર, એક લાખ ક્યુસેક પાણીનો ઈનફ્લો

તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમમાં પાણની સતત આવક થઈ રહી છે. પાણીની આવક સારી થતાં ડેમની સપાટીમાં સતત વધારો નોંધાયો છે. આજે ઉકાઈ ડેમે 300 ફૂટના લેવલને પાર કર્યું હતું. આજે ડેમનું લેવલ 303.48 ફૂટ પર પહોંચી ગયું છે.

ઉપવરવાસમાં થઈ રહેલાં જોરદાર વરસાદથી ડેમમાં 1.10 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે પાછલા પંદર દિવસથી આઉટ ફ્લોનો ટ્રેન્ડ 600 ક્યુસેક પાણીનો રહ્યો છે. એટલે હાલમાં ડેમને ભરવામાં આવ્યું રહ્યું અને પાણી છોડવામાં આવી રહ્યું નથી.

ઉનાળાની સિઝન દરમિયાન ઉકાઈ ડેમનુ લેવલ 270 ફૂટની આસપાસ આવી પહોંચ્યું હતું અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સિંચાઈ અને ખેતી માટે ચિંતાનો વિષય ઉભો થયો હતો પણ કુદરત મહેરબાન થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની સતત કૃપા વરસી રહી છે.