અયોધ્યા જમીન વિવાદમાં હવે પછી છઠ્ઠી ઓગષ્ટે સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં મધ્યસ્થતાને લઈ બનેલી પાંચ સભ્યોની પેનલના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને કોઈ પરિણામ આવ્યું નથી. મધ્યસ્થતા પેનલ દ્વારા ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સુરત કરવામાં આવ્યો હતો. બંધારણીય બેન્ચે રોજે રોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બંધારણીય બેન્ચે 18મી જૂલાઈએ પાંચ સભ્યોની મધ્યસ્થીકારોની પેનલની રચના કરી હતી. કોર્ટે પેનલને 31મી ઓગષ્ટ સુધીમાં રિપોર્ટ સબમીટ કરવાનું કહ્યું હતું. આ પેનલના અધ્યક્ષ પૂર્વ જસ્ટીસ એફએમઆઈ કલીફુલ્લા હતા.
કલીફુલ્લા પેનલેએ બંધ કવરમા રિપોર્ટ સુપરત કર્યો હતો. પેનલમાં જસ્ટીસ કલ્લીફૂલ્લા ઉપરાંત જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસએ નઝીર હતા. પેનલાના રિપોર્ટને ગોપનીય રાખવામાં આવશે.