મુંબઈવાસીઓ સાવધાન: હવામાન ખાતાએ શનિવાર અને રવિવારના વરસાદ માટે કરી છે આ આગાહી

અડધા ભારત દેશમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રમા મેઘરાજાની તોફી બેટીંગ ચાલી રહી છે ત્યારે હવામાન ખાતાએ મુંબઈ માટે વધુ એક મહત્વની આગાહી કરી છે. શનિવાર અને રવિવાર માટે હવામાન ખાતાએ આગાહી કરી કહ્યું છે કે આ બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે મુંબઈમાં શનિવાર અને રવિવારે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકવાની મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે. મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ કે.એસ.હોલ્કરે જણાવ્યું છે કે પશ્ચિમી પ્રદેશમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ભારે વરસાદની સંભાવના છે.