રાજ્યસભામાંથી પણ એન્ટી ટેરર બીલ થયું પાસ

રાજ્યસભાએ પણ એન્ટી ટેરર બીલને મંજુરી આપી દીધી છે. બીલ અંગે શાસક અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલો અને આક્ષોપનો મારો ચાલ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ વૈશ્વિસ સમસ્યા છે અને આના માટે સંસદમાં એકજૂટ થવાની જરૂર છે. વિપક્ષી દળોની તરફથી નવા એન્ટી ટેરર કાયદાના ખોટા ઉપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તો આનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ઈમરજન્સીમાં શું થયું હતું. તમામ મીડિયાને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. નેતાઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. 19 મહિના સુધી લોકતંત્ર ન હતું અને અમારા પર કાયદાનો ગેરઉપયોગ કરવાનો આરોપ મૂકી રહ્યા છે, પહેલાં ભૂતકાળ જોઈ લો.

દ્રમુકના સાંસદ ડી.રવિકુમારે મોબ લિંચિગ અંગે કહ્યું કે આવી ઘટનાઓને પણ આતંકી ઘટના તરીકે ઘોષિત કરવામાં આવે. ટોળા દ્વારા કરવામાં આવતી હત્યા અને ઓનર કિલિંગના બનાવોને પણ કાબૂમાં લેવા માટે આતંકવાદ નિરોધી કાયદા હેઠળ દોષિતો વિરુદ્વ કાર્યવાહી કરવાની જરૂર છે. મોબ લિંચિંગ અને ઓનર કિલિંગની ઘટનાઓ વધી રહી છે, જે ચિંતાજનક છે.