Zomatoના મુસ્લિમ રાઈડર ફૈયાઝ ખાન પાસેથી ખાવાની ડિલીવરી નહીં લેનારા અમિત શૂક્લા અંગે સનસનાટીપૂર્ણ માહિતી બહાર આવી છે. Zomatoએ અમિત શૂક્લાના ભૂતકાળના ઓર્ડરની તપાસ કરીને ધડાકો કર્યો છે કે અમિત શૂક્લાએ ભૂતકાળમાં નોજવેજ પર ઓર્ડર કર્યા હતા અને તે સમયે તેણે મુસ્લિમ યુવક પાસેથી ડિલવરી પણ લીધી હતી. તે સમયે અમિત શૂક્લાએ કોઈ વાંધાવચકા કાઢ્યા ન હતા. જબલપુર પોલીસે કહ્યું છેકે અમિત શૂક્લાને નોટીસ મોકલવામાં આવી છે.
નોટીસમાં પોલીસે અમિત શૂક્લાને ચેતવણી આપી છે કે જો આવા પ્રકારનું કૃત્ય બીજી વખત કર્યું છે તો એની વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ તેના પર નજર રાખી રહી છે.
ગયા મંગળવારે મધ્યપ્રદેશના જબરપુરમાં રહેતા અમિત શૂક્લા નામની વ્યક્તિએ Zomato દ્વારા મુસ્લિમ યુવકને ડિલવરી માટે મોકલ્યો હતો અને તેને લઈને અમિત શૂક્લાએ ટવિટર પર વિવાદ ઉભો કર્યો હતો. Zomatoએ અમિત શૂક્લાના ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના કૃત્યનો જોરદાર જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ભોજનનો કોઈ ધર્મ હોતો નથી.