આ ગાડીઓ પર પોલીસ લખી શકાશે નહીં, લોગો વાપરી શકાશે નહી, જાણો વધુ

પોલીસ વિભાગમાં નોકરી કરતાં પોલીસવાળાઓ પોતાની પર્સનલ ગાડીઓ પર પોલીસ લખી શકશે નહીં. મુંબઈ હાઈકોર્ટ દ્વારા પોલીસ લખવા અંગે મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ અને ટ્રાફીક પોલીસ પોતાના પર્સનલ વાહનો પર પોલીસ લખી શકશે નહીં. કોર્ટે કહ્યું છે કે વ્યક્તિગત વાહનોને પોલીસના વાહન રૂપે ગણી શકાય નહીં. અને જો એમ કરવામાં આવશે તો તેમની વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ દ્વારા પર્સનલ વાહનો પર પોલીસ લખવા પાછળનો હેતુ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે કરવામાં આવે છે. કાર પર મુંબઈ પોલીસ કે ટ્રાફીક પોલીસનો લોગો પણ લગાવી શકાશે નહીં. જો આ ચૂકાદાનો ભંગ કરતો કોઈ પોલીસવાળો પકડાય તો તેની વિરુદ્વ મહારાષ્ટ્ર મોટર વાહન નિયમ-2103ની કલમ134 અનુસાર કાર્યવાહી કરવાનો હુકમ પણ કોર્ટે કર્યો છે.
હાઈકોર્ટના આદેશ અનુસાર હવે પછીના સાત દિવસ દરમિયાન ટ્રાફીક પોલીસને મુખ્ય ઓફીસને રિપોર્ટ સુપરત કરવાનો રહેશે. આ આદેશના કારણે મુંબઈમાં ટ્રાફીક પોલીસવધુ સક્રીય જોવા મળશે.