વડોદરામાં બારેમેઘખાંગા થતાં સમગ્ર સિટી જળતરબોળ થઈ જવા પામી હતી. જન જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. રાત્રીના સમયે અડધા શહેરમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજ કંપનીઓએ સલામતીના કારણોસર કેટલા વિસ્તારોના વીજ કનેક્શન તાત્કાલિક અસર કાપી નાંખ્યા હતા.
પાણીની આફતથી ઝૂઝી રહેલાં વડોદરાવાસીઓ પર હવે મગરમચ્છનો ખતરો જોવા મળી રહ્યો છે. બે સોસાયટી વિસ્તારમાં મગરમચ્છ(કોક્રોડાઈલ) જોવા મળ્યા હતા. વિશ્વામિત્રી નદીમાં મગરોનો વાસ છે અને વિશ્વામિત્રી નદીમાં પુર આવતા નદીમાં રહેલા મગરો સિટી વિસ્તારોમાં ફંગાળોયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને આજે બે વિસ્તારમાં મગર જોવા મળ્યા હતા.
જૂઓ દિલધડક વીડિયો…
વડોદરાના સિટી વિસ્તારમાં મગર જોવા મળતા લોકો વીજળીના ભાંથલા પર ચઢી ગયા હતા. જ્યારે પાણીથી બચવા માટે એક તરફ ઉભેલા કૂતરાને મગરે કરડી લીધું હતું. તો બીજા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પાસે મગર જોવા મળ્યો હતો.
મગરની દહેશત વચ્ચે લોકો પોતાના ઘરમાં અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળી રહ્યા છે. બાળકોને પણ પાણીથી દુર રાખી રહ્યા છે. પ્રશાસન દ્વારા હજુ મગરમચ્છને લઈ કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.