વીડિયો: ભરૂચ પાણીમાં તરબોળ, આમોદની ઢાઢર નદીએ વટાવી ભયજનક સપાટી, ગામોમાં પાણી ઘૂસ્યા

આમોદની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવતા આમોદ તાલુકાના આઠ ગામો જેવા કે વાડીયા.રાણીપુરા. દાદાપોર. કોબલા.વાસણા.મંજોલા. માનસંગપુરા જેવા ગામો ને તંત્ર દવારા એલટઁ કરવામાં આવ્યા છે.

આમોદ તાલુકાના આછોદ, મછાસરા,માગરોલ તથા રોઝા ટંકારીયા ગામે અતિશય વરસાદ પડતાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાય જતા ગામલોકોમાં ચિંતાનો વિષય બન્યો છે.

આછોદ ગામે લગાતાર વરસાદ વરસતા રોડ,ગ્રાઉન્ડ,ખેતરોમાં પાણી ભરાય જતા ગામલોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

વધારે વરસાદ ને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું હોવાના કારણે ખેડૂતો પણ પરેશાન અને ચિંતામાં જોવા મળ્યા જો વરસાદ બન નહીં થાય તો કેટલાય ખેડૂતો ના ખેતરમાં પાક બડી જવાની સાંભવના રહી છે.

જૂઓ વીડિયો…

જ્યારે કેટલાય ખેડૂતોના ખેતરમાં તો પાણી પણ ભરાય ગયું છે ચોમાસાની શરૂઆત માંજ ભારે વરસાદ ને કારણે ખેડૂતોને નુકસાન નો સામનો કરવો પડ્યો છે અને કેટલાય રોડ-રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.

આછોદ ગામમાં વધારે વરસાદ પડયો હોવાથી આછોદ હાઈસ્કૂલ, કુમારશાળા તથા કન્યાશાળા સ્કૂલના ગ્રાઉન્ડમાં પાણી ભરાય જતા સ્કૂલ બંધ રાખવાનો વારો આવ્યો હતો.

જ્યારે આછોદ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આખું પાણીથી ભરાય ગયું છે અને ગ્રાઉન્ડની આજુબાજુના રસ્તા જેમકે દીપ તથા બેટ જે ખેતરમાં જવા માટે રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયા છે.