ભારે વરસાદને પગલે ઓલપાડ, માંગરોળ, ઉંમરપાડામાં કાલે જાહેર રજા, સુરત સિટીમાં નિર્ણય શાળા સંચાલકો કરશે

સુરત જિલ્લાના ઓલપાડ સહિતના તાલુકામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના ત્રણ ગામોમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે આવતી કાલે તારીખ:05/08/2019 અને સોમવારે સુરત જિલ્લાના માંગરોળ,ઉમરપાળા અને ઓલપાડ તાલુકાની તમામ શાળાઓમાં રજા રહેશે.તેમજ તેં સિવાયના તમામ શાળાના આચાર્યોએ વરસાદના કારણે વિધાર્થીઓને મુશકેલી ન પડે એ માટે પોતાની જાતે સ્વ વિવેક બુદ્ધિ દ્વારા રજાનો નિર્ણય કરવાનો રહેશે.
સોશિયલ મીડિયામાં સુરત શહેરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તે મેસેજ ખોટા છે. સુરત સિટીની શાળાઓમાંરજા જાહેર કરાઈ નથી. ફક્ત ઓલપાડ, ઉમરપાડા અને માંગરોળમાં જ રજા જાહેર કરાઈ છે. સુરતમાં વરસાદની પરિસ્થિતિ જોતા જે તે શાળા સંચાલકો જાતે નિર્ણય લઈને શાળા બંધ કે ચાલુ રાખી શકે છે.