સોમવાર રાતથી લાપતા થયેલા કાફે કોફી ડે(CCD)ના માલિક વીજી સિદ્વાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે. 36 ક્લાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન આજે સવારે દક્ષિણ કન્નડમાંથી વીજી સિદ્વાર્થની લાશ મળી આવી હતી. સિદ્વાર્થના લાપત બન્યા બાદ CCDના શેરોમાં 20 ટકા ઘટાડો થયો હતો. સિદ્વાર્થની શેરબજારમાં લિસ્ટેડ કંપની કોફી ડે એન્ટરપ્રાઈઝને મોટું નુકશાન થયું છે.
બુધવારે કોફી ડે એન્ટરપ્રાઈઝના શેર 123.25 રૂપિયા પર આવી પહોંચ્યા હતા. કંપનીના શેરમાં 52 વીક દરમિયાન સૌથી મોટો કડાકો બોલાયો હતો. મંગળવારે સિદ્વાર્થના લાપતા થવા પાછળ 194 રૂપિયાના શેરની કિંમત 154.05 રૂપિયા પર આવી ગઈ હતી.
બે દિવસમાં કોફી એન્ટરપ્રાઈઝના શેરમાં રોકાણ કરનાર રોકાણકારોના 2800 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ડૂબી ગયા છે. માત્ર બે દિવસમાં જ માર્કેટ કેપમાં 2839 કરોડનો ઘટાડો નોંધાયો છે. સોમવારે કંપનીની માર્કેટ કેપ 5441.55 કરોડ રૂપિયા હતી , જે બુધવારે 2603.68 કરોડ પર આવી ગઈ હતી.
વીજી સિદ્વાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશ મંત્રી એસએસ કૃષ્ણાના જમાઈ થાય છે. સિદ્વાર્થ 29મી જૂલાઈએ મેંગ્લુરુ ગયા હતા અને રસ્તામાં નેત્રાવતી નદીમાં મોતનો ભૂસ્કો મારી દીધો હતો.